ઈશાન કિશને 106 રન અને ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.24
- Advertisement -
સનરાઇઝર્સ હૈદરાબાદે IPL-18ની શરૂઆત જીત સાથે કરી છે. રવિવારે રમાયેલી પહેલી મેચમાં ટીમે રાજસ્થાન રોયલ્સને 44 રનથી હરાવ્યું હતું. હૈદરાબાદે પોતાના હોમ ગ્રાઉન્ડ પર 286 રન બનાવ્યા. ત્યારબાદ રાજસ્થાનને 242 રનના સ્કોર સુધી રોકી દીધું હતું. સિમરજીત સિંહ અને હર્ષલ પટેલે 2-2 વિકેટ લીધી.
છછ તરફથી ધ્રુવ જુરેલે 70 રન અને સંજુ સેમસને 67 રન બનાવ્યા. ત્યારબાદ શિમરોન હેટમાયર (42) અને શુભમ દુબે (34)એ 50+ ભાગીદારી કરીને સ્કોર 200ને પાર પહોંચાડ્યો પરંતુ ટીમને જિતાડી શક્યા નહીં. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રોયલ્સે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. જછઇંએ 6 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા. ટીમ તરફથી ઈશાન કિશને 106 રનની ઇનિંગ રમી હતી. ટ્રેવિસ હેડે 31 બોલમાં 67 રન બનાવ્યા. હેનરિક ક્લાસેન 34 રન બનાવીને, નીતિશ કુમાર રેડ્ડી 30 રન બનાવીને આઉટ અને અભિષેક શર્મા 24 રન બનાવીને આઉટ થયા હતા. રાજસ્થાનના તુષાર દેશપાંડેએ 3 વિકેટ લીધી. મહિષ થિક્સાનાએ 2 વિકેટ અને સંદીપ શર્માએ 1 વિકેટ લીધી. તો રાજસ્થાનના જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 76 રન આપ્યા હતા. તે ઈંઙકના ઈતિહાસનો સૌથી ખર્ચાળ બોલર બન્યો છે. રાજસ્થાનને ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં 55 રનની જરૂર હતી, પરંતુ ટીમ ફક્ત 10 રન જ બનાવી શકી. આ રીતે હૈદરાબાદે મેચ 44 રનથી જીતી લીધી છે. શિમરોન હેટમાયર 42 રન બનાવીને છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો.શિમરોન હેટમાયર અને શુભમ દુબેએ 18મી ઓવરમાં 50+ રનની ભાગીદારી નોંધાવી છે. એડમ ઝામ્પાની આ ઓવરમાં બંનેએ 22 રન બનાવ્યા. સતત બીજી ઓવરમાં 22 રન બન્યા છે.