શિયાળાની મૌસમ જામી ગઈ છે ત્યારે રસ્તા પર લીલા જીંજરા જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં જીંજરા (લીલા ચણા)ની આવક સતત વધવા લાગી છે. યાર્ડમાં જીંજરા વેચવા આવેલા ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લું ચોમાસુ ખુબ સારું રહ્યું હોય ડેમ અને કૂવા ભરેલા છે જેથી પુરતું પાણી મળી રહેતા ચણાનું વાવેતર વધુ થયું છે. તદ્ઉપરાંત ચણાના પાકને ઠંડુ હવામાન ખુબ અનુકુળ રહેતું હોય અને આ વર્ષે ઠંડી પણ વધુ રહેતા મબલખ ઉત્પાદન થયું છે.
- Advertisement -
શહેરની રિટેઇલ માર્કેટમાં તો દિવાળી પછી તુરંત જ જીંજરાની આવકો શરૂ થઈ ગઈ હતી, જ્યારે યાર્ડની હોલસેલ માર્કેટમાં હવે આવક શરૂ થઈ છે. આગામી દિવસોમાં જેમ ઠંડી વધશે તેમજ યાર્ડમાં જીંજરાની આવક વધતી રહેશે.