રાજકોટમાં થશી વિવાહનું ભાવપૂર્ણ સમાપન, રાજકોટ જીવનનગરમાં તુલસી વિવાહની ઐતિહાસિક ઉજવણી, ૪૦ વર્ષે તુલસી વિવાહમાં શ્રધ્ધાળુઓને ભાગ લીધો.
મહિલા મંડળની ઉત્કૃષ્ઠ કામગીરીની પ્રશંસા રાજયમાં દહનનગની કામગીરી અગ્રેસર.
રાજકોટ: રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ ન, ૧૦ જાગૃત નાગરિક મંડળ, તુલશી વિવાહ સમિતિ, મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ૪૦ મા વર્ષે તુલસી વિવાહની ઐતિહાસિક ઉજવણી કરવામાં આવી હતી. રાજયમાં જીવનનગર સમિતિની કામગીરી અગ્રેસર હોય તે માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. મહામંત્રી પરેશભાઈ તન્ના, જ્ઞાનજીવનના વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ હાજરી આપી ઉદ્દઘાટન કર્યું હતું, જીવનનગર સમિતિની સામાજિક, સેવાકીય, રાષ્ટ્રીય, ધાર્મિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. રાજયમાં અવિરત કામગીરી કરી અગ્રેસર માટે હકદાર છે. તે માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમિતિના પ્રમુખ જયંત પંડયાએ મહેમાનોનું સ્વાગત કરી જાવ્યું કે જીવનનગર, ગાનજીવન, દેશળદેવ પરા, અમી પાર્ક આસપાસના રહીશોની એકતાના કારણે તમામ આૌજનોમાં સફળતા મળે છે. મહિલા મંડળે તુલસી વિવાહમાં વિશ્વાસ સંપાદન કર્યું તે માટે જયોતિબેન પુતરા, શોભનાબેન ભાણવડિયાને વિશેષ ધન્યવાદ પાઠવવામાં આવ્યા હતા. વિધિ-વિધાનમાં બેસનાર બકુલભાઈ ધનજીભાઈ સવાદી પરિવાર, સ્મિતાર્બન કાચા, પ્રવિણભાઈ કાચા, દિપ-પ્રિયા કાચા પરિવારની ઉદાત્ત બાવનાની કદર કરવામાં આવી હતી. શ્રધ્ધાળુઓએ મહાપ્રસાદમાં ભાગ લીધો હતો.
- Advertisement -
મહિલા મંડળના શોભનાબેન ભાળવડિયા, જયોતિબેન પુજારા, આશાબેન મજેઠીયા, ભારતીબેન ગંગદેવ, હંસાબેન ચુડાસમા, હર્ષાબેન પંડયા, ભારતીબેન રાવલ સહિત મંડળના તમામ સદસ્યોએ તુલશી વિવાહમાં સાજીના ગીત, મંડપારોપા, સામૈયા, ભગવાનની ઘરે ઘરે પધરામણી સહિત ધાર્મિક કાર્યક્રમમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ સમિતિએ અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી. સમિતિના નવીનભાઈ પુરોહિત, વિનુભાઈ ઉપાઘ્ધાય, અંકલેશ ગોહીલ, ઉમેશ રાવ, ચૈતન, નિલેશ પીઠડીયા, પાર્થ ગોહેલ, જ્ઞાનજીવનના વિનુભાઈ ભટ્ટ, રાજેષભાઈ પુજારા, ગોવિંદભાઈ ગોહેલ, પૂતરી પ્રવિણભાઈ જેશીએ તુલશી વિવાહની તૈયારી આબેહુબ કરી હતી.


