આ વર્ષની ઉનાળાની કાળઝાળ ગરમી મુંબઈગરાઓ માટે જીવલેણ સાબિત થઈ રહી છે. મુંબઈની અનેક હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટ (હૃદયરોગના હુમલા)ના કેસમાં અણધાર્યો વધારો થયો છે. ડૉક્ટરો જણાવે છે કે અચાનક થયેલા આ વધારા પાછળનું કારણ જણાવવું મુશ્કેલ હોવા છતાં અતિશય અને પ્રલંબ ગરમી લોકોના હૉસ્પિટલાઇઝેશન અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગોથી મૃત્યુના વધતાં જોખમ સાથે સંકળાયેલી છે.
- Advertisement -
પવઈની હીરાનંદાની હૉસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં છેલ્લાં બે અઠવાડિયાંમાં કાર્ડિયોવેસ્ક્યુલર પેશન્ટની સંખ્યામાં 50 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.
“લાંબા સમય સુધી સન સ્ટ્રોકને કારણે હૃદયરોગના હુમલા અને સ્ટ્રોક જેવા કાર્ડિયોવૅસ્ક્યુલર રોગ સાથે જ હૉસ્પિટલાઇઝેશન અને મૃત્યુનું જોખમ સંકળાયેલાં છે. આપણે ગરમીને કાબૂમાં લઈ શકતા ન હોઈએ એમ છતાં એનું જોખમ ઘટાડવાનાં પગલાંઓ તો લઈ જ શકાય છે.” : હેડ
ડૉક્ટર હૉસ્પિટલના ઍક્સિડન્ટ અને ઇમર્જન્સી વિભાગના
ડૉક્ટરોના જણાવ્યા મુજબ 2020થી દેશમાં કોવિડ-19 કેસ વધવા લાગ્યા બાદ ઘણા ઓછા લોકો હૉસ્પિટલોની મુલાકાત લેતી વખતે વાઇરસથી ચેપ લાગવાના ડરથી કાર્ડિયાક સ્ક્રીનિંગ ન કરાવવાનું પસંદ કરતા હતા તથા ડૉક્ટર્સનું ફોકસ પણ કોવિડ પેશન્ટો તરફ વધુ વળ્યું હતું.