‘KGF : ચૅપ્ટર 3’ના મેકર્સનું કહેવું છે કે અમે આ ફિલ્મને ‘માર્વલ’ સ્ટાઇલમાં બનાવવા માગીએ છીએ. ‘KGF : ચૅપ્ટર 2’ના અંતમાં આ સિરીઝની ત્રીજી ફિલ્મની જાહેરાત કરવામાં આવી હતી. પ્રશાંત નીલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મ હજી પણ બિઝનેસ કરી રહી છે.
- Advertisement -
આ ફિલ્મને વિજય કિરગંદુર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી. તેમણે એ પણ કહ્યું કે પ્રશાંત નીલ હાલમાં પ્રભાસ સાથેની ‘સાલાર’માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું 30થી 35 ટકા જેટલું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે એનું બીજું શેડ્યુલ આગામી અઠવાડિયામાં શરૂ કરવામાં આવશે. એ ફિલ્મ ઑક્ટોબર સુધી પૂરી થઈ જાય એવી આશા રાખવામાં આવી રહી છે, કારણ કે તો જ ઑક્ટોબર બાદ ‘KGF : ચૅપ્ટર 3’નું શૂટિંગ શરૂ કરવામાં આવશે અને એને 2024માં રિલીઝ કરી શકાશે.
યશની સાથે અન્ય ઍક્ટર્સ જોવા મળશે કે નહીં એ વિશે પૂછતાં વિજય કિરગુંદરે કહ્યું કે અમે ‘માર્વલ’ જેવું યુનિવર્સ બનાવવા માગીએ છીએ. આ ફિલ્મમાં તેઓ અન્ય ફિલ્મના પાત્રને ઇન્ટ્રોડ્યુસ કરશે. ‘સ્પાઇડરમૅન’ અને ‘ડૉક્ટર સ્ટ્રેન્જ’ની ફિલ્મો જે રીતે બનાવવામાં આવી છે એ જ રીતે હવે ‘KGF : ચૅપ્ટર 3’ બનાવવામાં આવશે.