– ઈન્કમટેકસ અને કોર્પોરેટ ટેકસની કુલ 82900 કરોડની વસુલાત
ગુજરાતમાં વેપાર-ધંધા-કારોબાર વધુને વધુ પ્રગતિ સાધી રહ્યાનો સંકેત આવકવેરા કલેકશન પરથી મળે છે. ગુજરાતની આવકવેરા વસુલાત 12 ટકા વધીને 41700 કરોડે પહોંચી છે. ચાલુ વર્ષે પણ તેમાં નોંધપાત્ર વધારો થવાનો અંદાજ છે. કોર્પોરેટ ટેકસ ઉમેરવામાં આવે તો આંકડો અંદાજીત ડબલ થઈ જાય છે.
- Advertisement -
ગુજરાતમાં આવકવેરા- કોર્પોરેટ વેરાનું કુલ કલેકશન 82900 કરોડનું હતું તેમાં અર્ધોઅર્ધ કરદાતાઓ ઈન્કમટેકસ પેટે ચુકવ્યા હતા. કોરોનાકાળ ખતમ થયાને પગલે વેપારધંધાને ફરી ગતિ મળી છે તેને કારણે આ વૃદ્ધિ છે. કેન્દ્રીય સીધા કરવેરા બોર્ડ દ્વારા તાજેતરમાં ચાલુ નાણાકીય વર્ષના આવકવેરાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા જે અંતર્ગત 17 જુન સુધીની વસુલાત 3.79 લાખ કરોડ હતી. ગત વર્ષના આ સમયગાળામાં 3.41 લાખ કરોડ હતી.ગુજરાતના 2022-23ના નાણાંવર્ષના આંકડા ચકાસવામાં આવે
તો ગ્રોસ કલેકશનમાં 23 ટકા તથા નેટ વસુલાતમાં 19 ટકાની વૃદ્ધિ થઈ હતી. રાષ્ટ્રીય સ્તરે અનુક્રમે 20 ટકા તથા 18 ટકાનો વૃદ્ધિદર હતો તેની સરખામણીએ ગુજરાત આગળ રહ્યું છે. ગુજરાતમાં કોર્પોરેટ ટેકસ કલેકશનમાં મોટો વધારો હતો. 2021-22ના 32900 કરોડની સરખામણીએ 25 ટકા વધીને 41200 કરોડે પહોંચ્યું હતું. એડવાન્સ ટેકસ વસુલાત 22400 કરોડથી 22 ટકા વધીને 27000 કરોડ થઈ હતી. આવકવેરા વિભાગે રીફંડ પેટે 15300 કરોડ ચુકવ્યા હતા. જે આગલા વર્ષના 10100 કરોડની સરખામણીએ 51 ટકા વધુ હતા.