ગુગલના આ નિર્ણયની અસર દુનિયભરના યુઝર્સ પર થશે
વિશ્વભરમાં પ્રખ્યાત અને સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સર્ચ એન્જીન Google એક મોટી જાહેરાત કરી છે. આની અસર દુનિયભરના યુઝર્સ પર થશે. મંગળવારે કરેલી આ જાહેરાતમાં ગૂગલ ડોમેઈન બદલવાની વાત કરી હતી.
- Advertisement -
Googleએ મંગળવારે એક મોટી જાહેરાત કરી હતી જેમાં તેને કહ્યું છે કે ગૂગલ જલ્દી જ લોકલ ડોમેઈન બદલી નાંખશે, હાલ અલગ-અલગ દેશમાં ગૂગલના લોકલ ડોમેઈન ચાલે છે જેમ કે ભારતમાં Google Dot co (Google. co) Google Dot in (Google. in) કે પછી ફ્રાંસમાં Google dot fr છે તે બદલાઈ જશે. ગૂગલના આ લોકલ ડોમેઈન ઘણા વર્ષોથી વપરાશમાં છે. અને લોકલ સર્ચ રિઝલ્ટ માટે તેનો ઉપયોગ થાય છે. નવા ફેરફાર હેઠળ કંપની કન્ટ્રી કોડ ટોપ લેવલ ડોમેઈન દૂર કરવા જઈ રહી છે. હવે તેના સ્થાને યુઝર્સ સીધા google.com પર પહોંચશે.
Google રિયલ ટાઈમ ફિઝિકલ લોકેશનને એક્સેસ કરે છે
વર્ષ 2017થી ગૂગલ રીઅલ-ટાઇમ ફિઝિકલ લોકેશનને ઍક્સેસ કરે છે જેથી યુઝર્સ સુધી સંબંધિત સર્ચ રિઝલ્ટ પહોંચી શકે. પછી ભલે તમે કયા દેશનું ગૂગલ ડોમેઈન યુઝ કરી રહ્યા હોવ.
- Advertisement -
આવનારા દિવસોમાં યુઝર્સને જોવા મળશે બદલાવ
ગૂગલે કહ્યું કે આ અપડેટ ટૂંક સમયમાં બધા યુઝર્સ સુધી પહોંચશે. આમાં થોડા મહિના લાગી શકે છે. આ પ્રક્રિયા પૂરી થઈ ગયા પછી જ્યારે પણ તમે URL માં કોઈપણ દેશનો કોડ લખશો તો તે જાતે જ Google.com પર રીડાયરેક્ટ થઈ જશે.
ગૂગલના આ ફેરફાર પછી યુઝર્સના સર્ચ રિઝલ્ટ પર કોઈ અસર થશે નહીં. જોકે અમુક યુઝર્સને તેમના સિલેક્શન રીસેટ કરવાની જરૂર પડી શકે છે જેમાં લેંગ્વેજ અને રિજન સિલેક્શનનો સમાવેશ થાય છે. આ અંગેની માહિતી આગામી દિવસોમાં ઉપલબ્ધ થશે.