ગોંડલ શહેરના મહાદેવ વાડી વિસ્તારમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડાતો હોવાની બાતમીએ એસ.ઓ.જી પોલીસ ના સિધ્ધરાજસિંહ વાઘેલા, દિગ્વિજયસિંહ ઝાલા ને મળતા તેઓ દ્વારા ભાવેશ અરવિંદભાઈ ખાગ્રામ ના ઘરે દરોડો પાડવામાં આવતા ડ્રિમ 11 ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020 ક્રિકેટ મેચ ઉપર મોબાઇલ ફોનથી ગ્રાહકોનો સંપર્ક કરી ક્રિકેટ ટુર્નામેન્ટની ચાલુ મેચમાં રનફેરનો હારજીતનો જુગાર રમી રમાડી મેચ પછી તેના ગ્રાહકો પાસેથી રોકડ રૂપિયા ની આપલે કરી ક્રિકેટ સટ્ટા નો જુગાર પકડી પાડ્યો હતો સાથે એલીડી કલર ટીવી, લેપટોપ, સેટપ બોક્સ વગેરે મળી કુલ રૂપિયા 34250 નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.