દીવ જિલ્લા સહિત ગીર સોમનાથ જિલ્લામાં આજે બપોરના વાતાવરણમાં અચાનક પલટો આવતા કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબકતા ખેડૂતો ખેતરમાં પાણી ભરાઈ જતા ખેડૂતો ના ખેતરોમાં મગફળી સહિતનો તૈયાર પાક પલળી જતા માલઢોર ના ચારા સહિત મોટુ નુકશાન થયું છે તેમજ આ વર્ષે અવિરત વરસાદ વસતા ખેડૂતો ૬૦ ટકા ઉપર બાક વરસાદ ના
લીધે નિષ્ફળ થઇ ખાખ થય ગયો હતો બાકી ના ૪૦ ટકા જેટલો પાક રહી જતા ખેડૂતો પાક ની લણી કરી રહ્યા હતા ત્યારે બાકી રહીજતા વધુ વરસાદ પડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વર્ષે ખેડૂતો ને બોવ મોટુ નુકશાન થયું છે જેથી ખેડુતો સરકાર ને હાથ જોડીને કરી રહ્યા છે વિનંતી

મણીભાઈ ચાંદોરા