ગોંડલ

જલ્સાઘર બનેલી ગોંડલ ની સબજેલ માં બાહુબલી કેદીઓને સગવડ પુરી પાડવા ગેરરીતિ આચરનાર જેલર સામે પોલીસ માં ગુન્હો નોંધાયા બાદ પોલીસ ધરપકડ થી બચવાં જેલર દ્વારા કરાયેલ આગોતરા જામીન અરજી સેસન્સ કોટઁ દ્વારા નામંજૂર કરાઇ છે. ગુન્હો નોંધાયા બાદ રજા ઉપર ઉતરી ગયેલા જેલર પોલીસ પક્કડ થી દુર હોય જડપી લેવાં કવાયત હાથ ધરાઇ છે.

ગોંડલ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ સબ જેલ કેદીઓની માનીતી બની હોય રોજિંદા જલસા માટે ચકચાર બનેલ આ સબજેલમાં ઝડતી સ્કોડ દ્વારા દરોડા પાડી જેલની અંદર બગીચામાં ભોજનની મિજબાની માણતા 10 કેદીઓ અને બહારથી આવેલા તેના 5 મહેમાનો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો સાથોસાથ સાથોસાથ જેલર ડીકે પરમાર વિરુદ્ધ પણ ગુનો નોંધાયો હોય ગુનો નોંધાતા જ જેલર ના પગ તળે રેલો આવતા રજા ઉપર ઉતરી જઈ ધરપકડથી દૂર રહેવા પ્રયાસો કરી કોર્ટમાં આગોતરા જમીન મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ અદાલતે જામીન નામંજૂર કરતા હાલ જેલરની ધરપકડ ના એંધાણ તોળાઈ રહ્યા છે.

જેલર ડી કે પરમાર વિરુદ્ધ નોંધાયેલ ગુનામાં પોલીસ દ્વારા નોંધ કરવામાં આવી છે કે રાત્રિના સમયે જે કેદીઓની બેરેકમાં હોવા જોઈએ તે કેદીઓની બેરેકની બહાર હતા તેમજ ખૂન જેવા ગંભીર ગુના આરોપીઓ અને તેના સાગરિતો જેલની અંદર જણાયા ન હતા આ ઉપરાંત જે વ્યક્તિઓ કોઈપણ ગુનામાં સંડોવાયેલા નથી તેવા પાંચ વ્યક્તિઓ જેલની અંદર જોવા મળ્યા હતા તેમજ આ તમામ વ્યક્તિઓના મોબાઈલ નંબરો માંથી જેલર ના મોબાઈલ માં ફોન કોલ થયેલા હતા અને સાથોસાથ જેલમાંથી મોબાઇલ તેમજ સીમકાર્ડ મળી આવ્યા હતા જેલ બુકમાં બે પાનાઓ ચોંટાડી દીધા હોવાનું પણ જોવા મળ્યું હતું અને તેવા પ્રકારની ખોટી એન્ટ્રીઓ કરવામાં આવેલી છે તેવી હકીકત જણાઇ હતી આ પ્રકારનો ગુન્હો ધ્યાને આવતા ગોંડલ સિટી પોલીસે જેલર સહિત 18 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરતા જેલર ડીકે પરમાર દ્વારા કોર્ટમાં આગોતરા જામીન મુકતા કોર્ટે જામીન નામંજૂર કરતા તેની ધરપકડ તોળાઈ રહી છે.