શહેરના સિદ્ધાર્થ નગર માં ગાયત્રી મંદિર પાસે રહેતા બટુકભાઈ પોપટભાઈ કંડોરીયા પોતાના GJ3BE 354 મોપેડ પર આશાપુરા ચોકડી ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાતાં સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા બાદમાં બટુકભાઈ ના પુત્ર નિતેશભાઇ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ આઈપીસીની કલમ 279 337 338 177 184 134 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી
અત્રે એ ઉલ્લેખનીય છે કે આશાપુરા ચોકડી અકસ્માત માટે કુખ્યાત બની ગયેલ છે છાશવારે અકસ્માતના બનાવો વધી રહ્યા હોય તંત્ર દ્વારા યોગ્ય સુવિધા ગોઠવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે