ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિ ના પ્રમુખ અમિતભાઇ ચાવડા ની આગેવાની મા રાજકોટ જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરા ની સૂચના થી ગોંડલ શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકે આશિષભાઈ કુંજડિયા ની નિમણૂક કરવામાં આવી હતી. આગામી દિવસો મા યોજાનાર નગરપાલિકા ની ચૂંટણી દરમિયાન તેમની નિમણૂક થતા શહેર કૉંગ્રેસની જવાબદારી તેમને સોંપવામાં આવતા પ્રદેશ કોંગ્રેસ સમિતિ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિ નો આભાર વ્યક્ત કરી આગળ ના દિવસો મા શહેર સમિતિ ની રચના કરી વધુ સારી કામગીરી કરવામાં આવશે અને આગામી દિવસોમાં શહેર કોંગ્રેસ વધુ મજબૂત બનાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ નિમણૂક ના નિર્ણય ને શહેર કૉંગ્રેસ તથા તાલુકા કૉંગ્રેસ ના આગેવાનો દ્વારા આવકારવામાં આવ્યો હતો.