રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ પ્રાપ્ત કરી સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીની રમત-ગમતમાં રાષ્ટ્રીયકક્ષાએ વધુ એક સિધ્ધિ નોંધાઈ છે. ઓલ ઇન્ડિયા વુડબોલ બહેનોની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગોમ સીમરે વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ પોતાને નામ કર્યો છે. ત્યારે આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓને બિરદાવતા કહ્યું કે, સૌ.યુનિ.ના વિદ્યાર્થીઓમાં જોમ, જુસ્સો અને કૌવત રહેલું છે. ગોમ સીમરએ ઓલ ઈન્ડિયા રમતોમાં બ્રોન્ઝ મેડલ જીતીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીએ ગોમ સીમર, તેમના કોચ-મેનેજર તથા શા.શિ. નિયામકને શુભેચ્છાઓ પાઠવી છે.
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પોર્ટ્સમાં ઓલ ઇન્ડિયા લેવલે પ્રથમ નંબર ઉપર રહીને ઘણી બધી સ્પર્ધાઓમાં ચેમ્પિયન થઈ મેડલ્સ મેળવ્યા છે. તાજેતરમાં ઓલ ઇન્ડિયા વુડબોલ બહેનોની સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગોમ સીમરએ વ્યક્તિગત સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ મેળતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વધુ એક ઓલ ઇન્ડિયા લેવલે સિદ્ધિ પ્રાપ્ત થઇ છે. ગોમ સીમરની આ સિદ્ધિ મેળવવા બદલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશી, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર તથા શારીરિક શિક્ષણ નિયામક ડો. હરીશભાઈ રાબા એ ખેલાડી અને ટીમ સાથે જનાર કોચ મેનેજર ડો. પુનમબેન જુડાસિયા ડો.જસ્મિતાબેન મકવાણા અને જીગ્નેશભાઈ નિમાવતને શુભેચ્છાઓ પાઠવી છે.