GMERS અંતર્ગત અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર છે. મેડિકલની ફી માં ઘટાડો થવાની સંભાવનાં છે. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
GMERS અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રાહતનાં સમાચાર છે. જીએમઈઆર એસ અંતર્ગત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મેડિકલની ફી માં ઘટાડો થવાની સંભાવનાં છે. ગાંધીનગરમાં મળેલી કેબિનેટની બેઠકમાં ફી ઘટાડાને લઈ ચર્ચા શરૂ થઈ છે. ફી માં ઘટાડા અંગે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
- Advertisement -
કેટલો ફી વધારો કરવામાં આવ્યો હતો
GMERS અંતર્ગત આવતી મેડિકલ કોલેજોની ફી માં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં MBBSની સરકારી કોટાની પી રૂપિયા 3.30 લાખથી વધારીને 5.50 લાખ કરવામાં આવી છે. જ્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફી રૂપિયા 9.75 લાખથી વધારી રૂપિયા 17 લાખ કરવામાં આવી છે. તો એનઆરઆઈ કોટાની ફી 22 હજાર ડોલરથી વધારી 25 હજાર ડોલર કરવામાં આવી છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ થી ફી વધારો લાગુ થશે
- Advertisement -
ત્યારે જીએમઈઆરએસ દ્વારા ફી વધારાને લઈ સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સરકારી કોટામાં સ્ટેટની 1500 તો ઓલ ઈન્ડિયાની 75 બેઠક છે. તેમજ મેનેજમેન્ટ કોટામાં 210 તો એનઆરઆઈ કોટામાં 315 બેઠકો ભરાશે.આ ફી વધારો શૈક્ષણિક વર્ષ 2024-25 થી લાગુ થશે.