લોકોના જીવનું રક્ષણ કરવું\ જરૂ રી: SC
જે પણ અધિકારી નિર્દેશનું ઉલ્લંઘન કરે તેની સામે અવમાનનો કેસ કરો: ઊચ્ચ ન્યાયાલયનો આદેશ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ.
કોર્ટે એ પણ નોંધ્યું હતું કે રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં એક જ મહિનામાં 1,084 કૂતરાં કરડવાના કિસ્સા નોંધાયા હતા. અહેવાલો દર્શાવે છે કે નાના બાળકોને ગંભીર ઇજાઓ થઈ હતી, તેમના ચહેરા પર ઊંડા ઘા હતા. તમિલનાડુમાં, વર્ષના પ્રથમ ચાર મહિનામાં લગભગ 2 લાખ કૂતરા કરડવાના કિસ્સા નોંધાયા હતા.
નવેમ્બર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનો જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટેનિર્દેશ આપ્યા હતા. કહ્યું હતું કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવા જોઈએ અને તેમને પાછા છોડવા જોઈએ નહીં. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને ગૠઘએ આ નિર્દેશોને રદ્દ કરવા માટે અરજી કરી હતી. કોર્ટે 29 જાન્યુઆરીએ પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન.વી. અંજારિયાની બેન્ચે કેસની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું, ગરિમા સાથે જીવન જીવવાના અધિકારમાં કૂતરાઓનો ડર કે જોખમ વિના મુક્તપણે જીવવાનો અધિકાર પણ સામેલ છે.
કોર્ટે રખડતા કૂતરાઓના પુનર્વસન અને નસબંધી અંગેના નવેમ્બર 2025ના નિર્દેશને પાછો ખેંચવાની માંગ કરતી બધી અરજીઓ ફગાવી દીધી હતી.
નવેમ્બર 2025માં, સુપ્રીમ કોર્ટે સ્કૂલો, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોએથી રખડતા કૂતરાઓને હટાવવા માટે નિર્દેશો જારી કર્યા હતા. કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે કૂતરાઓને શેલ્ટર હોમમાં રાખવામાં આવે અને તેમને છોડવામાં ન આવે. રસ્તા પર કૂતરાઓને ખવડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પછી, ડોગ લવર્સ અને ગૠઘ એ આ નિર્દેશોને રદ કરવા માટે ઘણી અરજીઓ કરી હતી.



