રાજકોટ મહાનગર પાલિકા દ્વારા નગરજનોને ટિકિટ લઇને સીટી બસ સેવા તથા બી.આર.ટી.એસ બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવે છે ત્યારે હાલમાં રાજકોટ મહાનગરપાલિકાએ નિર્ણય લીધો છે કે રક્ષાબંધનના દિવસે રાજકોટની બહેનોને ફ્રીમાં મુસાફરી કરવા દેવામાં આવશે ત્યારે આ નિર્ણય માત્ર નાટકીય હોય એવું સ્પષ્ટ લાગે છે કારણ એક દિવસથી કોઈ બહેનોને રાહત થશે નહિ. જો ખરા અર્થમાં બહેનો માટે લાગણી હોય તો કાયમી ફ્રી સુવિધા આપવી જોઈએ તેવી માંગ સાથે આજરોજ આપના કાર્યકરો દ્વારા મનપા તંત્રને રજૂઆત કરવા પહોંચી ગયા હતા.

જયારે માત્ર મહિલા દિવસ, ભાઈબીજ કે રક્ષાબંધન જેવા તહેવારો દરમિયાન જ મહિલાને યાદ કરવામાં આવે છે જે પણ યોગ્ય નથી. વર્તમાન સમયમાં આ મોંઘવારીના સમયમાં તમામ બહેનોને કાયમી ફ્રી બસ મુસાફરીની ખુબ જ જરૂર પણ છે. દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ બહેનોને કાયમ માટે ફ્રી મુસાફરીની સુવિધા આપી શકે તો રાજકોટમાં કેમ ન આપી શકાય? આમઆદમી પાર્ટી રાજકોટ દ્વારા નાયબ કમિશનર આશિષકુમારને રજૂઆત કરવામાં આવી કે રાજકોટની બહેનો કાયમી બસ મુસાફરી ફી આપવી જોઈએ જેથી તે એટલી પોતાના વ્યવહારૂ જીવનમાં બચત પણ કરી શકે અને સાથે એમ પણ જણાવવામાં આવ્યું કે રાજકોટના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના લોકોને કોર્પોરેશન તરફથી મફત ગાડી અને મફત મુસાફરી મળી છે તો પછી રાજકોટની બહેનોને કેમ ન મળે?