ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ ગિરનારી ગ્રુપના ગિરનારી ગ્રુપના સમીરભાઈ દતાણી તથા સંજય બુહેચા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં રક્તદાન કેમ્પ, પશુ પક્ષીઓની સારવાર અંગેનું માર્ગદર્શન, જરૂરિયાતમંદ લોકોને અનાજ કરિયાણાની કીટ, સર્જીકલ સાધન સહાય, સહિત વિવિધ પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. જેમાં આજે એક વિશેષ સેવા ઉમેરવામાં આવી કે જુનાગઢ મનપા દ્વારા સંચાલિત ભિક્ષુકગૃહના આશ્રિત વૃદ્ધોને, દિવ્યાંગ સેવા સંસ્થા તથા અંધ ક્ધયા છાત્રાલયના પ્રજ્ઞાચક્ષુ દીકરા-દીકરીઓને બાર જ્યોતિર્લિંગ સમા સોમનાથ મહાદેવ દાદા સહિત રસ્તામાં આવતા ધાર્મિક સ્થળોના દર્શન કરાવવા માટે જુનાગઢ રેલ્વે સ્ટેશન પાસેથી આ તમામ લોકોને બસ મારફત ભારતી આશ્રમના લઘુમંંતશ્રી પ.પુ. મહાદેવ ભારતીબાપુ તથા ડો.ચિંતન યાદવ સહિતના લોકોએ પ્રસ્થાન કરાવેલ હતું. આ ભગીરથ કાર્યમાં જૂનાગઢની આસ્થા હોસ્પિટલના ડો .ચિંતન યાદવ સહિત પ્રભાસ શ્રીકૃષ્ણ સેવા ટ્રસ્ટ સોમનાથ ડોંગરેજી મહારાજ આશ્રમના કાનજીભાઈ દોરીયા તથા તેમની ટીમના સભ્યો દ્વારા સંસ્થાના ભોજનાલયમાં સરસ મજાની નિશુલ્ક ભોજન વ્યવસ્થામાં શ્રીખંડ, પુરી, દાળ, ભાત, શાક, રોટલી, સમોસા ચટણી સહિત વિવિધ વાનગીઓ પીરસી હતી. અને ભરતભાઈ ચોલેરા હોટેલ ધ આદિત્ય ઈન દ્વારા તમામ લોકોને આઈસ્ક્રીમની પ્રસાદી લેવડાવી હતી. મીરા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ જુનાગઢ વાળા વિશાલભાઈ ચાવડા તથા કરસનભાઈ ચાવડા સહિતના લોકો દ્વારા સહયોગ કરવામાં આવેલ હતો. એ બદલ ગિરનારી ગ્રુપે તેમનો આભાર વ્યક્ત કરેલ હતો.
ગિરનારી ગ્રુપે ઘરવિહોણા આશ્રિતોને તથા પ્રજ્ઞાચક્ષુ દિવ્યાંગોને સોમનાથનો પ્રવાસ કરાવ્યો
