પ્રોપર્ટીમાં રોકાણ કરનારને મોટી રાહત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન પર મોટા ફેરફારો કર્યા છે. સરકારે ફરી એકવાર પ્રોપર્ટી ખરીદનારા/વેચનારને ઈન્ડેક્સેશનનો વિકલ્પ આપ્યો છે. તમને જણાવી દઈએ કે બજેટમાં કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ ડીલ પર લાદવામાં આવતા લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સમાંથી ઈન્ડેક્સેશનને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. આનો ઘણો વિરોધ થયો હતો અને હવે સરકારે લોકોની માગ સાંભળીને ફરીથી ઇન્ડેક્સેશનનો વિકલ્પ આપ્યો છે. કરદાતાઓને પ્રોપર્ટી વેચવાથી થતા નફા પર ટેક્સ ભરવા માટે 2 વિકલ્પ મળશે. હવે, જો તમે ઇન્ડેક્સેશનનો લાભ ન લો, તો તમારે 12.5% લોંગ ટર્મ કેપિટલ ગેઇન (કઝઈૠ) ટેક્સ ચૂકવવો પડશે. જો તમે ઇન્ડેક્સેશનનો લાભ લો છો, તો તમારે 20% ટેક્સ ચૂકવવો પડશે.
આ વિકલ્પ ફક્ત તે લોકો માટે જ ઉપલબ્ધ હશે જેમણે 23 જુલાઈ, 2024 પહેલા પ્રોપર્ટી ખરીદી છે. રિયલ એસ્ટેટમાંથી ઈન્ડેક્સેશન લાભ બજેટ 2024માં દૂર કરવામાં આવ્યો હતો. સરકારે મંગળવારે ફાઇનાન્સ બિલ 2024માં સુધારા રજૂ કર્યા છે.સરકાર દ્વારા હવે તૈયાર કરાયેલા સુધારા મુજબ રોકાણકારોને મિલકતના વેચાણ પર ટેક્સ ભરવા માટે બે વિકલ્પ મળશે. એક વિકલ્પ ઓલ્ડ ટેક્સ રિજીમ પ્રમાણે હશે, જેમાં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ 20 ટકાના દરે ગણવામાં આવશે. સાથે જ ઈન્ડેક્સેશનનો ફાયદો મળશે. બીજો વિકલ્પ બજેટમાં કરવામાં આવેલા ફેરફારોને અનુરૂપ હશે, જેમાં ઇન્ડેક્સેશનના લાભ વિના 12.5 ટકાના દરે કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવવાપાત્ર રહેશે. જો કે, તેનો લાભ 23 જુલાઈ, 2024 પહેલા ખરીદેલી પ્રોપર્ટી માટે જ મળશે. રોકાણકારો બે વિકલ્પોમાંથી પસંદગી કરી શકશે.
કેપિટલ ગેઇન્સ પર લાગે છે 20% ઇન્કમ ટેક્સ
આવકવેરા કાયદા અનુસાર, જો મિલકત ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે છે, તો તેમાંથી થતા નફાને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ગણવામાં આવે છે. જ્યારે તમે પ્રોપર્ટી ખરીદ્યા પછી 3 વર્ષ સુધી રાખો અને પછી તેને વેચો, તો તેમાંથી થયેલો નફો લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ગણવામાં આવે છે. આ પ્રકારની આવક પર તમારે ઇન્ડેક્સેશનનો લાભ લીધા પછી 20%ના દરે ટેક્સ ચૂકવવો પડશે. ઘર અથવા પ્લોટ વેચવાથી થયેલો નફો તમારી કુલ આવકમાં ઉમેરવામાં આવશે અને પછી તમારા ટેક્સ સ્લેબ મુજબ તેના પર ટેક્સ વસૂલવામાં આવશે.
- Advertisement -
નવી ટેક્સ વ્યવસ્થામાં 12.5% ટેક્સ ચૂકવવો પડશે
સરકારે LTCG ઇન્ડેક્સેશન હેઠળ કરદાતાઓને બે વિકલ્પો આપવા માટે સુધારો રજૂ કર્યો છે. નવી કર વ્યવસ્થામાં, 12.5% ઇન્ડેક્સેશન વિના લાગુ થશે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં 20% ઇન્ડેક્સેશન સાથેનો વિકલ્પ હશે.