- વિમાન કંપનીએ પુર્વ કર્મીના આક્ષેપો ફગાવેલા
વિમાન કંપની બોઈંગના પુર્વ કર્મચારી અને કંપનીમાં કથિત ગરબડનો ખુલાસો કરનાર જોન બારનેટ શંકાસ્પદ સ્થિતિમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. જોન બારનો 32 વર્ષ સુધી બોઈંગમાં સેવા આપી હતી અને વર્ષ 2017માં જ નિવૃત થયા હતા. જોન બારનેટ વ્હીસલ બ્લોઅર હતા. જેમણે કંપનીમાં કામ કરતા હતા ત્યારે અનેક ગરબડોનો ખુલાસો કર્યો હતો.
જો કે કંપનીએ બારનેટના આરોપોનો ઈન્કાર કર્યો હતો. 62 વર્ષીય બારનેટ બોઈંગમાં કવોલિટી મેનેજર તરીકે કામ કરતા હતા તેનું કામ કંપનીના 787 ડીમલાઈનર વિમાનના પ્રોડકશનમાં ગુણવતાનું ધ્યાન રાખવાનું હતું. વર્ષ 2019માં બારનેટે આરોપ લગાવ્યો હતો કે કંપનીના કર્મચારીઓએ દબાણમાં આવીને વિમાનમાં હલકી ગુણવતાના ઉપકરણ લગાવ્યા હતા.
- Advertisement -
બારનેટે વિમાનની ઓકસીજન સીસ્ટમમાં પણ ગરબડનો દાવો કર્યો હતો. બારનેટે આ મામલે કંપની સામે દાખલ આપરાધિક કેસમાં નિવેદન પણ આપ્યુ હતું. હવે બારનેટની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે.