કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી ભ્રષ્ટાચારના આરોપ લાગવાના કારણે સોમવારના ED ઓફિસમાં પુછતાછ માટે હાજર થયા છે. EDએ હાલમાં રાહુલ ગાંધી અને તેમની માતા તેમજ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ સોનિયા ગાંધીને મની લોન્ડરિંગના કેસમાં પુછતાછ માટે સમન્સ પાઠવ્યું, જેને નેશનલ હેરાલ્ડ કેસ માનવામાં આવે છે.
- Advertisement -
નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપરની શરૂઆત વર્ષ 1938માં ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ કરી હતી. આ ન્યુઝપેપર એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ દ્રારા પ્રકાશઇત કરવામાં આવ્યું હતુ. જેને વર્ષ 1937માં 5,000 બીજા સ્વાતંત્ર્ય સેનાનીઓની સાથે તેમના શેરધારકોના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કંપનીએ બે બીજા દૈનિક ન્યુઝપેપરને પણ પ્રકાશિત કર્યા જે ઉર્દુંમાં કૌમી આવાજ અને હિંદીમાં નવજીવન તરીકે ઓળખાય છે.
નેશનલ હેરાલ્ડની ઓળખ ભારતના સ્વતંત્રતા સંગ્રામથી થઇ, જેને આ દેશના સૌથી મહાન રાષ્ટ્રવાદી સમાચાર પત્રના રૂપે પ્રસિદ્ધિ મળી. જવાહરલાલ નેહરૂએ ન્યુઝપેપરમાં નિયમિત રૂપે કટાર લેખનમાં કોલમો લખી. જો કે બ્રિટિશ સરકારએ વર્ષ 1942મા તેને પ્રતિબંધ કરી દીધું, જેથી તે બંધ થઇ ગયું, પરંતુ ત્રણ વર્ષ પછી પેપર ફરી શરૂ થયું.
વર્ષ 1947માં જયારે ભારતને સ્વતંત્રતા મળી, નેહરૂએ વડાપ્રધાનના રૂપમાં પોતાની ભૂમિકાને સંભાળી ત્યાર પછી ન્યુઝપેપરના બોર્ડના અધ્યક્ષના રૂપમાં રાજીનામું આપી દીધું. પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ન્યુઝપેપરની વિચારધારાને આકાર આપવામાં મોટી ભૂમિકા નિભાવી હતી. નેશનલ હેરાલ્ડ દેશના મુ્ખ્ય અંગ્રેજી ન્યુઝપેપરમાંનું એક બની ગયું. કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યુઝપેપેરને નાણાંકિય મદદ મળતી રહી.
- Advertisement -
પરંતુ, વર્ષ 2008માં નાણાંકિય કારણોથી ન્યુઝપેપરએ પોતાનું કામકાજ બંધ કરી દીધું. વર્ષ 2016માં તેમનું ડિજીટલ પબ્લિકેશન કરવાનું શરૂ થયું.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર શેના આરોપ છે?
બીજેપી નેતા અને વરિષ્ઠ વકીલ સુબ્રમણ્ય સ્વામીએ વર્ષ 2012માં ટ્રાયલ કોર્ટમાં અરજી દાખલ કરીને આરોપો લગાવ્યા હતા કે કેટલાક કોંગ્રેસી નેતાઓ ખોટી રીતે યંગ ઇન્ડિયા લિમિટેડના માધ્યમથી AJLનો કબજો કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે, કેટલાકએ દિલ્હીમાં બહાદુર શાહ જફર રોડ પર આવેલી હેરાલ્ડ હાઉસની 2000 કરોડ રૂપિયાની બિલ્ડિંગ પર કબજો કરવા માટે કર્યો છે. તેમણે આરોપ લગાવ્યા કે, યંગ ઇન્ડિયન લિમિટેડને ડીજેએલની સંપત્તિનો અધિકાર આપવામાં આવ્યો છે.
ગાંધી પરિવારની સામેનો આ કેસ વર્ષ 2012માં બીજેપી નેતા સુબ્રમણ્ય સ્વામી દ્વારા નીચેની અદાલતમાં ચલાવવામાં આવ્યો. સ્વામીએ આરોપ લગાવ્યા કે, ગાંધી પરિવારને કોંગ્રેસ પાર્ટીના ફંડનો ઉપયોગ કર્યો અને સંપત્તિમાં 20 અરબ રૂપિયાથી વધુનો વધારો કરવા માટે AJL(એસોસિએટ જર્નલ લિમિટેડ)ને પોતાના કબ્જામાં લીધું.
વર્ષ 2018માં નેશનલ હેરાલ્ડન બંધ થવાના સમયે, કોંગ્રેસ AJLની માલિકી ધરાવતું હતુ, અને તેના પર 900 મિલિયન રૂપિયાની દેવું હતુ. વર્ષ 2010માં, કોંગ્રેસએ આ દેવું યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપ્યું, જે એક બિન ફાયદાકારી કંપની હતી, જેને કેટલાક મહિના પહેલા બનાવવામાં આવી હતી. સોનિયા અને રાહુલ ગાંધી તેમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સામેલ હતા, અને તેમાના દરેક પાસે કંપનીનો 38% ભાગ હતો.
બાકી 24% ભાગની માલિકી કોંગ્રેસના નેતાઓ મોતીલાલ વોરા અનો ઓસ્કાર ફર્નાડીસ, પત્રકાર સુમન દુબે અને બિઝનેસમેન સૈમ પિત્રોડા પાસે છે, જેમના નામ પણ આ કેસમાં છે. સ્વામીએ આરોપ લગાવ્યો કે, ગાંધી પરિવારને લાખોની સંપત્તિને ખોટા ઇરાદાઓ હેઠળ પોતાના માલિકિની બનાવી.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 7 વર્ષથી જમાનત પર બહાર છે
નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઓસ્કાર ફર્નાડિસના સિવાય સુમન દુબે અને સામ પિત્રોડા પર પણ આરોપો લાગ્યા છે. જેમાંથી મોતીલાલ વોરા અને ઓસ્કાર ફર્નાડિસની વર્ષ 2020 અને 2021માં મૃત્યુ થઇ ગઇ. બાકી બચેલા બધા આોપીઓને EDએ આ કેસની મની લોન્ડરિંગના આધારે તપાસ શરૂ કરી. 18 સપ્ટેમ્બર, 2015એ EDએ નેશનલ હેરાલ્ડ કેસની તપાસ માટે રિ-ઓપન કર્યો.