આ વખતે દિવાળીનો 6 દિવસનો ઉત્સવ: આજે ઘેર-ઘેર માતા લક્ષ્મી, સોના-ચાંદી, જૂનાં સિક્કાઓનું પૂજન: પ્રકાશ પર્વ મનાવવા લોકોમાં અનેરો ઉત્સાહ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
દિવાળી અને દીપોત્સવને લઈને લોકોમાં અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. આજથી દીપોત્સવ પર્વનો પ્રારંભ થયો છે. આજે ધનતેરસ થવાની છે. ધન વર્ષા લોકો સોના ચાંદીથી માંડીને વાહનોની ખરીદી કરી રહયા છે. તારીખોની ગણતરી કરનારા વિદ્વાનોના મતે, આ વખતે દિવાળી 31મી ઓક્ટોબર અને 1લી નવેમ્બર એમ બંને રીતે અલગ-અલગ માન્યતાઓ અનુસાર ઉજવવામાં આવી શકે છે. જો કે ધનતેરસ 29 ઓક્ટોબરે જ ઉજવવામાં આવશે. એટલે કે મંગળવારથી જ રોશનીનો તહેવાર શરૂ થયો છે. નરક ચતુર્દશી અથવા રૂપ ચૌદસ (છોટી દિવાળી) 30મી ઓક્ટોબરે ઉજવવામાં આવશે અને ત્યારબાદ 31મી ઓક્ટોબરે અમાવસ્યાના રોજ દિવાળી ઉજવવામાં આવશે. દિવાળીના દાન બીજા દિવસે 1લી નવેમ્બરે કરી શકાય છે.
કારતક અમાવસ્યા 31મી ઓક્ટોબરે બપોરે 3.53 કલાકે શરૂ થશે. એટલે કે અમાવસ્યાની નિશા પૂજા એ જ સાંજે થશે. બીજી તરફ, ઉદયા તિથિમાં માનનારાઓ દલીલ કરે છે કે અમાવસ્યામાં સૂર્યોદય 1 નવેમ્બરે થશે અને અમાવસ્યા સાંજે 6:17 સુધી રહેશે. તેથી દિવાળી 1લી નવેમ્બરે ઉજવવી જોઈએ. ધર્માચાર્ય બંને દલીલોને પરંપરા અનુસાર ગણે છે. તેમનું કહેવું છે કે જે લોકો અમાવસ્યાના દિવસે દાન, તાાન અને અન્ય પૂજાઓ કરે છે, તેમણે આ બધી વસ્તુઓ 1લી નવેમ્બરે કરવી જોઈએ. તે જ સમયે, 31મી ઓક્ટોબરે દિવાળીની ઉજવણી કરવી તાર્કિક રહેશે. 2જી નવેમ્બરે ગોવર્ધન પૂજા અને 3જીએ ભૈયા દૂજ સાથે રોશનીનો પર્વ સમાપ્ત થશે. મતલબ કે આ વખતે રોશનીનો તહેવાર પાંચને બદલે છ દિવસ ચાલશે.
પ્રકાશનો પર્વ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ધનતેરસના રોજ માતા લક્ષ્મીની પૂજા કરી, સુખ-સમળદ્ધિની કામના કરશે. તેમજ જૂના સિક્કાઓ, સોના-ચાંદીના દાગીનાનું પૂજન કરશે. જ્યારે ખેડૂતો ખેતીના ઓજારો, બળદ, ટ્રેક્ટર સહિતનાનું પૂજન કરશે. ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું અનેરૂ મહત્વ હોવાથી સોનીની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામશે તેવી વેપારીઓમાં આશા સેવાઈ રહી છે.
આજે ધનતેરસના તહેવારે સવારથી બજારોમાં ભીડ જોવા મળી હતી. સોની બજારમાં પણ ધનતેરસના દિવસે ધૂમ ખરીદી જોવા મળી હતી, સોના-ચાંદીના સિક્કા, દાગીના ખરીદી કરવા માટે લોકો ઉમટ્યા હતા.