ઓરિજિનલ સોન્ગ 1999માં રિલીઝ થયું હતું, જેને ફાલ્ગુની પાઠકે અવાજ આપ્યો હતો. હવે નેહાએ આ જ ગીતને રિમિક્સ કરવા પર ફાલ્ગુની પાઠકની પ્રતિક્રિયા સામે આવી છે.

નેહા કક્કડનું નવું ગીત ઓ સજના 19 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયું છે. આ ગીત મૈને પાયલ હૈ ખનકાઈ ગીતનું ઓફિશિયલ રિમિક્સ છે. ઓરિજિનલ સોન્ગ 1999માં રિલીઝ થયું હતું, જેને ફાલ્ગુની પાઠકે અવાજ આપ્યો હતો. હવે નેહાએ આ જ ગીતને રિમિક્સ કરવા પર ફાલ્ગુની પાઠકની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે ઓરિજિનલ ગીતમાં ઘણી સિમ્પ્લિસિટી હતી જે લોકોને પસંદ આવી હતી.

ફાલગુની પાઠકે આપી પ્રતિક્રિયા
હાલમાં પોતાના સોન્ગ લૉન્ચ ઇવેન્ટમાં ફાલ્ગુની પાઠકે ઓ સજના ગીત પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, હું મારા તમામ ફેન્સનો આભાર માનવા માંગુ છું જેમણે અત્યાર સુધી મારું ઓરિજિનલ ગીત પસંદ કર્યું છે. એ ગીતમાં સાદગી હતી. મેં હજી સુધી નેહા કક્કડના ગીત ઓ સજનાનો વીડિયો જોયો નથી.

પહેલાના ગીતોમાં હતી સિમ્પ્લિસિટી
એ જમાનામાં બનેલા ગીતો, વીડિયો, લિરિક્સ અને મ્યુઝિકમાં સિમ્પ્લિસિટી હતી જેમ કે મૈંને પાયલ હૈ છનકાઈ ગીતમાં. આ બાબત ખૂબ મહત્વની છે. કદાચ આ તે વસ્તુ છે જે લોકો મિસ કરી રહ્યા છે. આજકાલ ગીતો રિમિક્સ કરવામાં આવી રહ્યા છે. તેમાંના કેટલાક ખૂબ સારા છે પરંતુ લોકોએ ગીત બનાવતી વખતે આને ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ તેથી જ લોકોને આ ગીતો પસંદ નથી આવી રહ્યા.

1999માં રિલીઝ થયું હતું ઓરિજિનલ ગીત
વર્ષ 1999માં રિલીઝ થયેલ ફાલ્ગુની પાઠકનું ગીત મૈંને પાયલ હૈ ખનકાઈને અત્યાર સુધીમાં 35.1 કરોડ લોકો યુટ્યુબ પર જોઈ ચૂક્યા છે. આ ગીતમાં વિવયન ભટેના, નિખિલા ભટેના અને અવની વસા જોવા મળ્યા હતા. ત્યાં જ નેહા કક્કર, પ્રિયંક શર્મા અને ધનશ્રી વર્મા નવા રિમિક્સ ગીતમાં જોવા મળી રહ્યા છે.