જાપાનના ટોક્યોની દક્ષિણમાં કાનાગાવા પ્રીફેક્ચરમાં આવેલા હાકોન-એન ઍક્વેરિયમમાં ઝૂ-કીપર્સે ખર્ચમાં ઘટાડો કરવા અહીં પ્રાણીઓને મે મહિનાથી સસ્તો ખોરાક આપવાની શરૂઆત કરી છે.
- Advertisement -
મોંઘવારીનો માર બધાને એકસરખો પડે છે અને એની સાથે તાલમેલ બેસાડવા ખર્ચમાં કાપ કે સસ્તી ચીજો લેવાની ફરજ દરેકને પડે છે. જાપાનના ટોક્યોની દક્ષિણમાં કાનાગાવા પ્રીફેક્ચરમાં આવેલા હાકોન-એન ઍક્વેરિયમમાં ઝૂ-કીપર્સે ખર્ચમાં ઘટાડો કરવા અહીં પ્રાણીઓને મે મહિનાથી સસ્તો ખોરાક આપવાની શરૂઆત કરી છે. સામાન્ય પૅટી અજી (જૅપનીઝ હૉર્સ મેકરેલ) ઑફર કરવાને બદલે પેન્ગ્વિન અને ઓટર્સને મે મહિનાથી એક પાતળું, ઓછું ખર્ચાળ પ્રોટીન ખવડાવવાની શરૂઆત કરી. કેટલાંક પ્રાણીઓએ સસ્તો ખોરાક ખાવાનો ઇનકાર કર્યો તો કેટલાંકે ખાઈ લીધો, તો વળી ઘણાંએ સસ્તા ખોરાકથી મોં ફેરવી લીધું. એ પોતાની ચાંચમાં ખાવા માટે લે પછી એને પાછું ફેંકી દેવા માંડ્યાં એમ હાકોન-એન ઍક્વેરિયમના ઝૂ-કીપર હિરોકી શિમામોટોએ જણાવ્યું હતું.
જાપાનમાં કોરોનાના રોગચાળા અને યુક્રેનમાં યુદ્ધને કારણે વૈશ્વિક અર્થતંત્ર પરની તાણને કારણે ઊંચા આયાત ખર્ચ અને ફ્યૂઅલના ભાવોએ નાગરિકોને આંચકો આપ્યો છે. એપ્રિલ 2022માં જપાનમાં મોંઘવારીમાં વધારો થયો છે, જે ઑક્ટોબર ૨૦૧૪ પછીનો સૌથી વધુ છે. આને કારણે ઍક્વેરિયમની જાળવણીનો ખર્ચ 20 ટકા વધી ગયો છે. પરિણામે એની સાથે તાલમેલ મિલાવવા સસ્તી માછલી લાવવાની ફરજ પડી, પરંતુ પેન્ગ્વિન સહિત અનેક પ્રાણીઓએ એને નકારી કાઢી. જોકે જે પ્રાણીઓ ખાવાનો ઇનકાર કરે છે એમને માટે ભાવતો ખોરાક પૂરો પાડવામાં આવે છે.