આફતાબે 20 જેટલી હિન્દુ યુવતીઓને પોતાની જાળમાં ફસાવેલી: પોલીગ્રાફ ટેસ્ટમાં ચોંકાવનારા ખુલાસા

ખાસ-ખબર સંવાદદાતા
લિવઇનમાં રહેતી પોતાની પ્રેમિકાના 35 ટુકડા કરી નાખનાર આફતાબના પોલીગ્રાફ ટેસ્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં આફતાબનસ બ્રેઇન વોશ આતંકી માનસીકતા છતી થઇ છે. આફતાબે એવું નિવેદન કર્યુ છે કે, શ્રદ્ધાની હત્યામાં તેને ફાંસી મળે તો પણ કંઇ અફસોસ નથી, જન્નતમાં અનેક હૂર મળશે. એક પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ આફતાબે એવો પણ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો કે, શ્રદ્ધા સાથે સંબંધ દરમિયાન તેના 20 થી વધુ હિન્દુ છોકરીઓ સાથે સંબંધ રહયા છે. પોલીસને આપેલા આ નિવેદનમાં આફતાબની કટ્ટરવાદી માનસીકતા બહાર આવી છે.
આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, તે બંબલ એપ પર હિન્દુ છોકરીઓને શોધીને પોતાની જાળમાં ફસાવતો હતો. શ્રદ્ધાની હત્યા બાદ આફતાબ એક મનોવિજ્ઞાનીને પોતાના રૂમમાં લાવ્યો હતો. તે હિન્દુ યુવતી હતી. તેને શ્રદ્ધાની વીંટી ભેટ આપીને પોતાની જાળમાં ફસાવી હતી. પોલીસે જણાવ્યું હતું કે, પોલીગ્રાફ ટેસ્ટમાં આફતાબે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. જેથી તપાસમા ઘણી મદદ મળી રહી છે.

આફતાબનો નાર્કો ટેસ્ટ પહેલી ડિસેમ્બરે: કોર્ટે આપી મંજૂરી
દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કાંડના આરોપી આફતાબની 1 ડિસેમ્બરે થશે નાર્કો ટેસ્ટ દિલ્હી પોલીસને કોર્ટ તરફથી આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી મળી ગઈ છે. દિલ્હી પોલીસે કોર્ટ પાસે 1 ડિસેમ્બરે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી માગી હતી. અત્યાર સુધી નાર્કો ટેસ્ટ માટે 5 ડિસેમ્બરની તારીખ ફાઈનલ હતી હવે નાર્કો ટેસ્ટ 1 ડિસેમ્બરે થશે.