રોગચાળામાં વધારો હોવા છતાં તંત્ર ઓછો આંક બતાવી સ્થિતિ કાબુમાં છે તેવો દર્શાવવાનો પ્રયાસ
જવાબ આપવામાં સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ ઑફિસરની એકબીજાને ‘ખો’
- Advertisement -
સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ મળવા છતા સત્તાધીશો સિવિલ હોસ્પિટલની પૂરતી જાળવણીનો અભાવ
ખાસ-ખબર સંવાદદાતા
શિયાળાની ઠંડી વધતા શહેરમાં દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તાવ, શરદી-ઉધરસના અસંખ્ય દર્દીઓ સિવિલમાં નિદાન માટે આવી રહ્યા છે. દર્દીઓએ સિવિલમાં કેસ બારીએ લોકોએ લાંબી લાઇન લગાવી છે. આજે સવારે 9થી 12 વચ્ચે તાવ, શરદી-ઉધરસના 500 જેટલા કેસ નોંધાયા હતા. જ્યારે આ બાબતે મેડિકલ ઓફીસર કે અધિકારીઓએ એકબીજા માથે ઢોળી દઈ જવાબ ટાળ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા અને સિવિલ હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ જોઈએ તો રોગચાળો હોવા છતાં તંત્ર દ્વારા ઓછો આંક બતાવી સ્થિતિ કાબુમાં હોવાનું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસ જેવા રોગનું નિદાન કરાવવા દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ તો માત્ર સિવિલ હોસ્પિટલની વાત થઈ. હજુ આરોગ્ય કેન્દ્રો અને ખાનગી દવાખાનાના આંકડા લેવામાં આવે તો આંખો ખુલ્લી રહી જાય તેવી વાસ્તવિક સ્થિતિ સામે આવી શકે છે. જ્યારે દર્દીના આંકડા મામલે સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ, મેડિકલ ઓફીસરનું કહે છે અને મેડિકલ ઓફિસર જે તે વોર્ડના ડોક્ટરને મળવાનું કહી એકબીજાને ખો આપી જવાબદારીમાંથી છટકી રહ્યા છે. આટલો ઘસારો હોવા છતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સુવિધા વધારવામાં આવતી નથી. રાજકોટ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર હોવાથી સિવિલ હોસ્પિટલમાં કાયમી હજ્જારો દર્દી સારવાર માટે અહીં આવી રહ્યા છે. શિયાળો આવતા જ રોગચાળાએ માથું ઉચક્યું છે. જ્યારે ટાઈફોઈડ અને કમળાના 10 કેસ નોંધાયા છે. મનપાની આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર શહેરમાં 11 ડિસેમ્બરે પૂરા થતા સપ્તાહમાં ડેન્ગ્યુના 10 કેસ સાથે વર્ષના 257 કેસ નોંધાયા છે. જ્યારે મલેરિયાના એક નવા સાથે વર્ષના કુલ કેસની સંખ્યા 48 થઈ છે. ચિકનગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી અને વર્ષમાં કુલ કેસની સંખ્યા 27 થઈ છે.
સિવિલ હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો દર્દીઓને ભારે હાલાંકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પૂરતી ગ્રાન્ટ મળવા છતા સિવિલના સત્તાધીશો દ્વારા પૂરતી જાળવણી કે મેઈન્ટેન કરવામાં આવતું નથી. સિવિલ હોસ્પિટલમાં પાણીની આરઓ તો છે પરંતુ ચાલતુ નથી. જ્યારે ટોઈલેટમાં પણ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને અનેક વખત રજૂઆત કરી હોવા છતા સ્થિતિ જેમની તેમ છે.
- Advertisement -
સિવિલ હોસ્પિટલ જ બીમારીનું ઘર !
જ્યારે સિવિલ હોસ્પિટલમાં બાથરૂમ-ટોઈલેટ પાસેથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. માથુ ફાટી જાય તેવી ભયંકર દુર્ગંધ આવે છે. સારવાર માટે લોકો સિવિલ હોસ્પિટલ આવતા હોય છે. પણ આ દ્રશ્યો જોઇને એમ જ લાગે કે દર્દી અહીંયા સારવાર લઇ સાજો તો થાય કે ન થાય પણ વધુ બીમાર ચોક્કસથી થઇ જાય, ગંદકીના ગંજ અને ઠેર ઠેર પાણી ભરાયેલા રહેતા દર્દીઓ પણ પરેશાન થઇ ચુક્યા છે. સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પાણીનો આર.ઓ ફિલ્ટર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે. પરંતુ તે બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે. ત્યારે દર્દીએ ફરજીયાતપણે બહાર પૈસા દઈ પાણીની બોટલ લઈ જવી પડે છે.
જનરલ વોર્ડ તથા ઈમરજન્સી વોર્ડમાં પોપડ પણ ખરી ગયા છે.
દર્દીના ઉપયોગમાં લેવાતી સ્ટ્રેચર ભંગાર હાલતમાં
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અનેક બેદરકારીઓ જોવા મળી રહી છે તેમાં દર્દીઓને લઈ મુકવા માટેની સ્ટ્રેચર પણ ભંગાર હાલતમાં જોવા મળી હતી. ખરેખર આ સ્ટ્રેચર કોઈ વૃદ્ધ હોય કે, ઈમરજન્સી કેસ. તેમને લઈ જવા અને મુકવા માટે વપરાય છે. આ સિવાય જ્યાં દર્દીઓનો ઘસારો વધુ છે ત્યાં પંખા પણ બંધ