ટ્રાફિક પોલીસ પકડે તો પણ નહીં કાપી શકે ચલણ
ટોપ સ્પીડ 50 KMPHથી વધુ ન હોય તેવા દ્વિચક્રી વાહનોને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર નથી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કેટલીક ગાડીઓ એવી છે જેને ચલાવવા માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. જો તમે તેને ડાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો અને ટ્રાફિક પોલીસની નજર સામેથી પસાર થશો તો પણ તે તમને કશું કરી શકશે નહીં. ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર, જો તમે ડ્રાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો તો ટ્રાફિક પોલીસ તમારું ચલણ કાપી નાખશે. આવામાં ટ્રાફિક પોલીસ તમારી પાસેથી 5000 રૂપિયા સુધીનો દંડ પણ વસૂલી શકે છે. પરંતુ કેટલીક ગાડીઓ એવી છે જેને ચલાવવા માટે તમારે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. જો તમે તેને ડાઈવિંગ લાઈસન્સ વગર ચલાવશો અને ટ્રાફિક પોલીસની નજર સામેથી પસાર થશો તો પણ તે તમને કશું કરી શકશે નહીં.
કયા પ્રકારના વાહનો ચલાવી શકાય?
કેટલાક વાહનો એવા છે જેને ચલાવવા માટે ડ્રાઈવિંગ લાઈસન્સની જરૂર પડતી નથી. દેશમાં EV વાહનોને અપનાવવા માટે સરકાર તરફથી પ્રોત્સાહન અપાઈ રહ્યું છે. જે હેઠળ ઈલેક્ટ્રોનિક વાહનો માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જો કે એવું પણ નથી કે તમે કોઈ પણ ઈલેક્ટ્રિક વ્હીકલ લાઈસન્સ વગર ચલાવી શકો છો. ડ્રાઈવિંગ લાઈસન્સ માટે આવા વાહનોમાં કેટલીક શરતો પણ લાગૂ છે.
- Advertisement -
વધુમાં વધુ સ્પીડ
તેનો સીધો અર્થ એ થયો કે જો તમે 25 કિમી પ્રતિ કલાકની મહત્તમ ટોપ સ્પીડનું EV ખરીદો તો તમારે ક્યારેય ડ્રાઈવિંગ લાઈસન્સ, ઓવર સ્પીડિંગ માટે ચલણ ભરવું પડશે નહીં. આવામાં જો તમને ટ્રાફિક પોલીસ પકડશે તો પણ તેઓ તમને સવાલ કરશે અને જો તમે તેમના સવાલોના સાચા જવાબ આપી દીધા તો તેઓ તમારું ચલણ કાપશે નહીં.
શું છે MORTHનો નિયમ
MORTH એટલે કે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેના નિયમ મુજબ જે ઈલેક્ટ્રિક વાહનોની ટોપ સ્પીડ 50 કિમી પ્રતિ કલાકની હોય તેમને રસ્તા પર દોડાવવા માટે કોઈ પણ પ્રકારના ડ્રાઈવિંગ લાઈસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર પડતી નથી.