વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ, બુધવારે થશે મતગણતરી
વરસાદ વચ્ચે પણ લોકશાહીના પર્વમાં ઉમંગ
- Advertisement -
8 ગ્રામ પંચાયતમાં શાંતિપૂર્ણ રીતે યોજાઈ સામાન્ય ચૂંટણી
નવી અને જુની વેગડવા, ઇસનપુર, રાયસંગપર સહિતના ગામોમાં મતદાન
હળવદ મામલતદાર એ.પી. ભુટ્ટ અને તંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા
અજઙ રાહુલ ત્રિપાઠીના નેતૃત્વમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
બુધવાર સવારે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
હળવદ તાલુકાની 8 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે મતદારોમાં મતદાન માટે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદારો ગામના વિકાસ માટે પોતાનો મતદાન કરીને લોકશાહીના પર્વમાં જોડાયા હતા. નવી વેગડવા, જુના વેગડવા, જુના ઇસનપુર, રાયસંગપર, ઈશ્વરનગર, મંગળપુર, શિવપુર અને રાણેકપર સહિતની ગ્રામ પંચાયતોમાં યોજાયેલી ચૂંટણી માટે લોકોએ લાંબી કતારો લગાવી હતી. વહેલી સવારે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાઈ હતી.
હળવદ મામલતદાર એ.પી. ભુટ્ટ અને સ્થાનિક ચૂંટણી તંત્રે વ્યવસ્થિત આયોજન કર્યું હતું. મતદાન કેન્દ્રો પર દરેક પ્રકારની સુવિધા સાથે મતદારોને સરળતા મળી રહી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોરબી જિલ્લા એ.એસ.પી. રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચૂંટણી બાદ તમામ મતપેટીઓ હળવદ મોડલ સ્કૂલ ખાતેના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે, જ્યાં પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો છે. સરપંચ અને સભ્યપદ માટેના તમામ ઉમેદવારોના ભવિષ્ય હવે મતપેટીત્ય્દ્દ સીલ થઈ ચૂક્યું છે. બુધવાર સવારે મતગણતરી થશે.