By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    6 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    6 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    7 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં
    21 hours ago
    ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
    21 hours ago
    વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
    21 hours ago
    દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
    21 hours ago
    No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
    21 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    1 day ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    3 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    4 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    4 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    7 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 week ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સપ્ત સંગીતિ ૨૦૨૧ વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટના આઠમા પ્રિમિયર શોમાં શ્રોતાઓને મૈહર ઘરાનાના કલાકાર પ્રતિક શ્રીવાસ્તવનું મનમોહક સરોદવાદન માણવા મળશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > સપ્ત સંગીતિ ૨૦૨૧ વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટના આઠમા પ્રિમિયર શોમાં શ્રોતાઓને મૈહર ઘરાનાના કલાકાર પ્રતિક શ્રીવાસ્તવનું મનમોહક સરોદવાદન માણવા મળશે
SCIENCE-TECHNOLOGYમનોરંજનરાષ્ટ્રીય

સપ્ત સંગીતિ ૨૦૨૧ વર્ચ્યુઅલ મ્યુઝિક કોન્સર્ટના આઠમા પ્રિમિયર શોમાં શ્રોતાઓને મૈહર ઘરાનાના કલાકાર પ્રતિક શ્રીવાસ્તવનું મનમોહક સરોદવાદન માણવા મળશે

Khaskhabar Editor
Last updated: 2021/09/17 at 1:01 PM
Khaskhabar Editor 5 years ago
Share
3 Min Read
SHARE

તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે આ પ્રિમિયર શો સપ્તસંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે  

સપ્ત સંગીતિના માધ્યમથી ઉભરતા યુવા કલાકારોને પ્રોત્સાહિત કરવા અને તેમની કલાને લોકો સન્નમુખ પ્રસ્તુત કરવા માટે મંચ પ્રદાન કરવાનો નીઓ રાજકોટ ફાઉન્ડેશનનો નમ્ર પ્રયાસ છે. જુન મહિનાથી શરુ થયેલ આ મ્યુઝિક કોન્સર્ટમાં દેશના અલગ-અલગ ભાગોમાંથી વાદ્ય અને ગાયનના ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવનાર યુવા કલાકારોને ડિજીટલ પ્લેટફોર્મથી લોકો ઘરબેઠા માણી રહ્યા છે. આગામી રવિવારે, તા. ૧૯ સપ્ટેમ્બરના રોજ રાત્રે ૦૯:૦૦ કલાકે મૈહર ઘરાનાના યુવા કલાકાર પ્રતિક શ્રીવાસ્તવના સરોદવાદનનો પ્રિમિયર શો યોજાવા જઈ રહ્યો છે. તેમની સાથે વેસ્ટ બેંગાલના કલાકાર મલ્લાર ગોસ્વામી તબલા સંગત કરશે. આ બન્ને કલાકરોનો ટૂંકો પરિચય મેળવીએ.

કલકત્તામાં સંગીતકારોના પરિવારમાં જન્મેલા પ્રતિક શ્રીવાસ્તવને ભારતીય શાસ્ત્રીય સંગીતનો વારસો અને કલા પ્રત્યેની સમજ સ્વાભાવિક રીતે ગળથુથીમાંથી મળેલી છે. તેમણે છ વર્ષની નાની ઉંમરથી સરોદ વાદનની પ્રાથમિક તાલીમ તેમના દાદા અને મૈહર ઘરાનાના નામાંકિત સરોદવાદક પં. રવિ ચક્રવર્તીની છત્રછાયામાં શરુ કરી હતી. ત્યારબાદ તેમની કલાને મઠારવાનું કામ તેમના કાકા ડો. રાજીવ ચક્રવર્તીના માર્ગદર્શનમાં થયું. તેમની સરોદવાદનની તાલિમમાં પં. અજય ચક્રવર્તી અને પં. તેજેન્દ્ર નારાયણ મજુમદારનું માર્ગદર્શન પણ એટલું જ આભારી છે. પ્રતીકે તેમની કારકિર્દીની શરુઆત કલકત્તાના જાણીતા સોલ્ટ મ્યુઝિક કોન્ફરન્સથી કરી હતી, જેમાં સભામાં હાજર મહાનુભવોને તેમની પ્રતિભાનો પરિચય થયો હતો. ત્યારબાદ તેમણે કલકત્તામાં વિશ્વ બંગા સંમેલન, સંગીત સભા, શ્રુતિનંદન જેવા અનેક પ્રતિષ્ઠિત સંમેલનો અને સંગઠનોમાં પર્ફોમન્સ આપ્યુ છે. વૈશ્વિક ફલક ઉપર તેમણે જુદા-જુદા દેશોમાં સરોદવાદન દ્વારા તેની વિશેષ છાપ છોડી છે. જેની શરુઆત ૨૦૦૦ની સાલમાં અમ્માન (જોર્ડન)માં આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલથી થઈ હતી. ૨૦૦૧માં જર્મની અને ફ્રાન્સના પ્રવાસમાં અને ૨૦૦૭માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન લિવરપુલની સુરધ્વની એન્ડ મિલફેસ્ટ સંસ્થા સાથે કામ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ ઉપરાંત તેમણે ૨૦૦૯માં ઈંગ્લેન્ડમાં અને ૨૦૧૧માં ઓસ્ટ્રેલિયાના વુડફોર્ડ ફેસ્ટીવલમાં વર્કશોપનું આયોજન અને કલાપ્રદર્શન કર્યુ હતું. ૨૦૧૪માં અમેરિકાના પ્રવાસમાં ન્યૂયોર્ક, ન્યૂ જર્સી, મિશિગન અને લોસ એન્જલસ જેવા શહેરોમાં તેમના સરોદવાદનથી ભારતીય શાસ્ત્રીય સંગીતની ગરિમાનો પરિચય આપીને શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

- Advertisement -

આગામી રવિવારના રોજ યોજાનાર પ્રતિક શ્રીવાસ્તવના સરોદવાદનના પ્રિમિયર શોમાં તેમની સાથે વેસ્ટ બેંગાલના કલાકાર મલ્લાર ગોસ્વામી તબલા સંગત કરશે. તેમને બાલ્યાવસ્થાથી જ તાલ અને લયની સમજ તેમના પિતા શ્રી પ્રબિર ગોસ્વામી પાસેથી મળી હતી. પાંચ વર્ષની નાની ઉંમરથી જ તેમણે તબલાવાદનની તાલીમ અજરાદા ઘરાનાના મહાન પંડિત ગોવિંદ બોસ પાસે લીધી હતી. મલ્લારને ૨૦૧૧માં ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયાના CCRT દ્વારા જુનિયર નેશનલ સ્કોલરશિપ પ્રાપ્ત થઈ હતી. આ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં આયોજીત સંગીત સભાઓમાં તબલાવાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને પ્રતિભાનો પરિચય આપ્યો છે. હાલમાં તેઓ કલકત્તાની રવિન્દ્ર ભારતી યુનિવર્સિટીમાં સ્નાતકની પદવી માટે અભ્યાસ કરી રહ્યા છે. આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરીઝ સપ્ત સંગીતિના ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુ-ટયુબ ચેનલના માધ્યમથી માણી શકાશે. આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

You Might Also Like

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત

દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં

No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જ્ન્મદિને અમદાવાદ પૂર્વના લાલ બહાદુર શાસ્ત્રી તળાવમાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરાવતા ભૂપેન્દ્રભાઇ પટેલ
Next Article શ્રી સર્વેશ્વર ગણપતિ મહોત્સવમાં આજે અન્ન્કોટના દર્શન અને વેક્સીનેશન કેમ્પ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ
વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત
દેશને નેપાળ બનાવવા વિરોધ પક્ષનાં હવાતિયાં
No.1, RC, XXX, એન્ટિક્વિટી, બેગપાઈપર સહિત 6 દારૂ બ્રાન્ડના નમૂના ફેઈલ
સેટેલાઇટ તસવીરોમાં અદભૂત નજારો : ભારતથી સાઉથ કોરિયા સુધી 10000 કિ.મી. લાંબી વાદળોની પટ્ટી છવાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

મોદીની ગેરંટી : પેપર લીક કેસ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવાશે, દોષિતોને છોડીશું નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

ભાજપ દ્વારા મોકલેલા ગુંડાઓ પ્રદર્શનકારીઓ વચ્ચે આવીને પથ્થરમારો કરી રહ્યા હોવાનો દીપકેનો આક્ષેપ

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
રાષ્ટ્રીય

વિદ્યાર્થીના સમર્થનમાં અન્ના હજારેનું મૌન વ્રત

Khaskhabar Editor Khaskhabar Editor 21 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?