સૌજન્ય: આપણો ઇતિહાસ પેજ
અષ્ટવિનાયકથી અભિપ્રાય છે- ‘આઠ ગણપતિ’. આ આઠ અતિ પ્રાચીન મંદિર ભગવાન ગણેશના આઠ શક્તિપીઠ પણ કહેવાય છે, જે મહારાષ્ટ્રમાં સ્થિત છે. મહારાષ્ટ્રમાં પૂનાની નજીક અષ્ટવિનાયકના આઠ મંદિર 20થી 110 કિલોમીટરના ક્ષેત્રમાં સ્થિત છે. આ મંદિરોનું પૌરાણિક મહત્વ અને ઈતિહાસ છે. તેમાં બિરાજેલી ગણેશની પ્રતિમાઓ સ્વયંભૂ માનવામાં આવે છે એટલે કે સ્વયં પ્રકટ થઈ છે. આ માનવ નિર્મિત ન થઈને પ્રાકૃતિક છે. અષ્ટવિનાયકના આ બધા જ મંદિર અત્યંત જૂના અને પ્રાચીન છે. આ બધાનો વિશેષ ઉલ્લેખ ગણેશ અને મુદ્ગલ પુરાણ, જે હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોનું સમૂહ છે તેમાં કરવામાં આવ્યો છે. આ આઠેય ગણપતિ ધામોની યાત્રા અષ્ટવિનાયક તીર્થ યાત્રાના નામે ઓળખવામાં આવે છે. આ પવિત્ર પ્રતિમાઓને પ્રાપ્ત થવાના ક્રમ મુજબ જ અષ્ટવિનાયકની યાત્રા પણ કરવામાં આવે છે. અષ્ટવિનાયક દર્શનની શાસ્ત્રોક્ત ક્રમબદ્ધતા આ મુજબ છે-
1. મયૂરેશ્વર અથવા મોરેશ્વર – મોરગાંવ, પૂના
2. સિદ્ધિવિનાયક – કરજત તહસીલ, અહમદનગર
3. બલ્લાલેશ્વર – પાલી ગાંવ, રાયગઢ
4. વરદવિનાયક – કોલ્હાપુર, રાયગઢ
5. ચિંતામણી – થેઉર ગાંવ, પૂના
6. ગિરિજાત્મજ અષ્ટવિનાયક – લેણ્યાદ્રી ગાંવ, પૂના
7. વિઘ્નેશ્વર અષ્ટવિનાયક – ઓઝર
8. મહાગણપતિ – રાજણગાંવ
- Advertisement -
1.મયૂરેશ્વર મંદિર
આ મંદિર પૂનાથી 80 કિલોમીટર દૂર સ્થિત છે. મોરેગાંવ ગણેશજીની પૂજાનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. મયૂરેશ્વર મંદિરની ચારેય ખૂણામાં મીનાર છે અને લાંબા પત્થરોની દીવાલ છે. અહીં ચાર દ્વાર છે. આ ચારેય દ્વાર ચાર યુગ-સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગના પ્રતીક છે.
આ મંદિરના દ્વાર પર શિવજીના વાહન નંદીની મૂર્તિ સ્થાપિત છે, તેના મુખ ભગવાન ગણેશની મૂર્તિની તરફ છે. નંદીની મૂર્તિના સંબંધમાં અહીં એવી માન્યતા પ્રચલિત છે કે પ્રાચીનકાળમાં શિવજી અને નંદી આ મંદિર ક્ષેત્રમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા, પરંતુ પછી નંદીને અહીંથી જવા માટે ના કહી દેવામાં આવી. ત્યારથી નંદી અહીં સ્થિત છે. નંદી અને મૂષક બંને જ મંદિરોના રક્ષકના રૂપમાં ઊભા છે. મંદિરમાં ગણેશજી બેઠી મુદ્રા બિરાજમાન છે તથા તેમની સૂંડ ડાબા હાથની તરફ છે તથા તેમની ચાર ભુજાઓ અને ત્રણ નેત્ર છે.
એક માન્યતા મુજબ મયૂરેશ્વરના મંદિરમાં ભગવાન ગણેશ દ્વારા સિંધુરાસુર નામના એક રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો. ગણેશજીએ મોર ઉપર સવાર થઈને સિંધુરાસુર સાથે યુદ્ધ કર્યું હતું. આ જ કારણોસર અહીં સ્થિત ગણેશજીને મયૂરેશ્વર કહેવામાં આવે છે.
2.સિદ્ધિવિનાયક મંદિર
- Advertisement -
અષ્ટ વિનાયકમાં બીજા ગણેશ છે સિદ્ધિવિનાયક. આ મંદિર પૂનાથી અંદાજિત 200 કિમી. દૂર સ્થિત છે. નજીક જ ભીમ નદી છે. આ ક્ષેત્ર સિદ્ધટેક ગાંવના અંતર્ગત આવે છે. આ પૂનાના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. મંદિર અંદાજિત 200 વર્ષ જૂનું છે. સિદ્ધટેકમાં સિદ્ધવિનાયક મંદિર ખૂબ જ સિદ્ધ સ્થાન છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુએ સિદ્ધિઓ હાંસલ કરી હતી. સિદ્ધિવિનાયક મંદિર એક પહાડ ઉપર સ્થિત છે, જેનું મુખ્ય દ્વાર ઉત્તર દિશાની તરફ છે. મંદિરની પરિક્રમા માટે પહાડની યાત્રા કરવાની હોય છે. અહીં ગણેશજીની મૂર્તિ 3 ફૂટ ઊંચી અને અઢી ફૂટ પહોળી છે. મૂર્તિનું મુખ ઉત્તર દિશાની તરફ છે. ભગવાન ગણેશની સૂંડ સીધા હાથની તરફ છે.
3. બલ્લાલેશ્વર મંદિર
અષ્ટવિનાયકમાં ત્રીજું મંદિર છે બલ્લાલેશ્વર મંદિર. મંદિર મુબઈ-પૂના હાઇવે પર પાલીથી ટોયનમાં અને ગોવા રાજમાર્ગ પર નાગોથાનેથી પહેલા 11 કિમી. દૂર સ્થિત છે. આ મંદિરનું નામ ગણેશજીના ભક્ત બલ્લાલના નામ પર પડ્યુ છે. પ્રાચીનકાળમાં બલ્લાલ નામુનો એક યુવક હતો, તે ગણેશજીનો પરમભક્ત હતો. એક દિવસ તેણે પાલી ગામમાં વિશેષ પૂજાનું આયોજન કર્યું. પૂજન કેટલાય દિવસ સુધી ચાલ્યું, પૂજામાં શામેલ કેટલાય બાળકો ઘરે પાછા ન ગયા અને ત્યાં જ બેઠાં રહ્યા. આ કારણ આ બાળકોના માત-પિતાએ બલ્લાલને માર્યો અને ગણેશની પ્રતિમાની સાથે તેને પણ જંગલમાં ફેંકી દીધું. ગંભીર હાલતમાં બલ્લાલ ગણેશજીના મંત્રોના જાપ કરતો રહ્યો. આ ભક્તિથી પ્રસન્ન થઈને ગણેશજીએ તેને દર્શન પ્યા. ત્યારે બલ્લાલે ગણેશજીને આગ્રહ કર્યો કે તેઓ આ સ્થાન પર જ નિવાસ કરે. ગણેશે આગ્રહને માન આપ્યું.
4. વરદવિનાયક મંદિર
અષ્ટવિનાયકમાં ચોથા ગણેશ છે વરદવિનાયક. આમંદિર મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના કોલ્હાપુર ક્ષેત્રમાં સ્થિત છે. અહીં એક સુંદર પર્વતીય ગામ છે મહાડ. આ ગામમાં વરદવિનાયક મંદિર છે. અહીં પ્રચલિત માન્યતા મુજબ વરદવિનાયક ભક્તોની બધી જ કામનાઓ પૂરી થવાનો વરદાન આપે છે.
આ મંદિરમાં નંદીદીપ નામનો એક દીવો છે જે કેટલાય વર્ષોમાં પ્રગટી રહ્યો છે. વરદવિનાયકનું નામ લેવા માત્રથી જ બધી મિનોકામના પૂર્ણ થવાનો વરદાન પ્રાપ્ત થઈ જાય છે.
5.ચિંતામણિ ગણપતિ
અષ્ટવિનાયકમાં પાંચમા ગણેશ છે ચિંતામણિ ગણપતિ. આ મંદિર પૂના જિલ્લાના હવેલી ક્ષેત્રમાં સ્થિત છે. મંદિરની પાસે જ ત્રણ નદીઓનું સંગમ છે. આ ત્રણેય નદીઓ છે ભીમ, મુલા અને મુથા. જો કોઈ ભક્તનું મન ખૂબ પરેશાન હોય અને જીવનમાં દુખ જ દુખ આવી રહ્યા હોય તો આ મંદિરમાં આવવા પર આ તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે. એવી માન્યતા છે કે સ્વયં ભગવાન બ્રહ્માએ પોતાના વિચલિત મનને વશમાં કરવા માટે આ સ્થાન પર તપસ્યા કરી હતી.
6.ગિરજાત્મજ ગણપતિ
અષ્ટવિનાયકમાં આગલા ગણપતિ છે ગિરજાત્મજ. આ મંદિર પૂના-નાસિક રાજમાર્ગ પર પૂનાથી અંદાજિત 90 કિલોમીટરની દૂરી પર સ્થિત છે. ક્ષેત્રના નારાયણગાંવથી આ મંદિરની દૂરી 12 કિલોમીટર છે. ગિરજાત્મજનો અર્થ છે ગિરિજા એટલે કે માતા પાર્વતીના પુત્ર ગણેશ.
આ મંદિર એક પહાડ પર બૌદ્ધ ગુફાઓના સ્થાન પર બનાવવામાં આવ્યું છે. અહીં લેનયાદરી પહાડ પર 18 બૌદ્ધ ગુફાઓ છે અને તેમાંથી 8મી ગુફાઓમાં ગિરજાત્મજ વિનાયક મંદિર છે. આ ગુફાઓને ગણેશ ગુફા પણ કહેવામાં આવે છે. મંદિર સુધી પહોંચવા માટે અંદાજિત 300 પગથિયાં ચડવાના હોય છે. આ સંપૂર્ણ મંદિર જ એક મોટા પત્થરને કાપીને બનાવવામાં આવ્યું છે.
7.વિધ્નોશ્વર ગણપતિ મંદિર
અષ્ટવિનાયકમાં સાતમા ગણેશ છે વિઘ્નેશ્વર ગણપતિ. આ મંદિર પૂનાના ઓઝર જિલ્લામાં જૂનર ક્ષેત્રમાં સ્થિત છે. આ પૂના-નાસિક રોડ પર નારાયણગાંવથી જૂનર અથવા ઓઝર થઈને અંદાજિત 85 કિલોમીટરની દૂરી પર સ્થિત છે.
એક પ્રચલિત કથા મુજબ વિઘનાસુર નામનો એક અસુર હતો જે સંતોને હેરાન કરતો હતો. ભગવાન ગણેશે આ ક્ષેત્રમાં તે અસુરનું વધ કર્યુ અને બધાને કષ્ટોથી મુક્તિ અપાવી. ત્યારથી આ મંદિર વિઘ્નેશ્વર, વિઘ્નહર્તા અને વિઘ્નહારના રૂપમાં ઓળખાય છે.
8.મહાગણપતિ મંદિર
અષ્ટવિનાયક મંદિરના આઠમા ગણેશજી છે મહાગણપતિ. મંદિર પૂનાના રાંજણગામમાં સ્થિત છે. આ પૂના-અહમદનગર રાજમાર્ગ પર 50 કિમીની દૂરી પર સ્થિત છે. આ મંદિરનો ઇતિહાસ 9-10મી સદીના વચ્ચે માનવામાં આવ્યો છે. મંદિરનો પ્રવેશ દ્વાર પૂર્વ દિશા પર સ્થિત છે જે ખૂબ વિશાળ અને સુંદર છે. ભગવાન ગણપતિની મૂર્તિને માહોતક નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંની ગણેશજીની પ્રતિમા અદભુત છે. પ્રચલિચ માન્યતા મુજબ મંદિરની મૂળ મૂર્તિ ભોંચરામાં સંતાવીને રાખેલી છે. પહેલાના સમયમાં જ્યારે વિદેશીઓએ અહીં આક્રામણ કર્યુ હતું તો તેમનાથી મૂર્તિ બચાવવા માટે તેને ભોંયરામાં સંતાડી દેવામાં આવી હતી.