ખાસ-ખબર સંવાદદાતા
શહેરના સામાકાંઠે રહેતા યુવાને અવારનવાર માથામાં અસહ્ય દુ:ખાવો હોવાના કારણે ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્યુસાઇડ નોટમાં મોત પાછળનું કારણ માથાનો અસહ્ય દુખાવો હોવાનું જણાવ્યું હતું. સામા કાંઠે આવેલી આર્યનગર સોસાયટી, 1/12નો ખુણો, મેઇન રોડ પર આવેલી મારૂતિ મધરલેન્ડ સ્કુલ પાસે શિવધારા કાસ્ટીંગ ખાતે અલ્પેશભાઇ ભંડેરી(ઉ.વ.35)એ આજે વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ કારખાને આવ્યા જ્યાં તેમણે ગળે ફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યુ હતું. સાથે એક સ્યુસાઇડ નોટ પણ હતી. જેમાં આત્મહત્યા કરવા પાછળનું કારણ અવારનવાર અસહ્ય માથામાં દુ:ખાવો રહેવાના કારણે ગળે ફાંસો ખાઇ સ્યુસાઇડ કર્યુ હોવાનું લખ્યું છે. ઘટનાની જાણ થતા બી ડીવીઝન પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે.
માથાના દુ:ખાવાને કારણે યુવાને ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું
