શ્રી પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા ઝુંપડપટ્ટી વિસ્તારમાં મીઠાઈ તથા ફટાકડાનું વિતરણ કરાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
દીપાવલિનું પર્વ એટલે પ્રકાશનું પર્વ, આનંદ ઉલ્લાસનું પર્વ, અંધકારને દૂર કરી પ્રકાશ રેલાવવાનું પર્વ. તાજેતરમાં શહેરની ઝુંપડપટ્ટીઓ તથા પછાત વિસ્તારોમાં વસતા બાળકો તથા સ્ટ્રીટ ચિલ્ડ્રન બાળકો માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતી સંસ્થા શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા છેવાડાના વિસ્તારોમાં રૂબરૂ સ્થળ ઉપર જઈ બાળકોને ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સુખી સંપન્ન પરિવારના બાળકોને ફટાકડા ફોડવાનો તથા મીઠાઈ ખાવાનો આનંદ માણતા જોઈ મનમાં નિરાશા અનુભવતા બાળકોના હાથમાં મીઠાઈ તથા ફટાકડાના પેકેટ આવવાથી તેઓ હર્ષની લાગણી અનુભવી ચિચિયારીઓ કરી ઉઠ્યા હતા.
- Advertisement -
ટ્રસ્ટ દ્વારા આજે ફટાકડા મીઠાઈ વિતરણ કાર્યમાં મયુરનગર ખાતે આવેલ ટ્રસ્ટના ભવન ‘કિલ્લોલ’ ખાતે શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી અંજલિબેન રૂપાણી, રામ ફાયર વર્કસના વિક્રમભાઈ લાલવાણી, પૂર્વપ્રદેશ મીડિયા ક્ધવીનર ભાજપના પ્રશાંતભાઈ વાળા સાથે ટ્રસ્ટના વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, રૈયાધાર તથા ઈન્દીરાનગર ખાતે ટ્રસ્ટી મહેશભાઈ ભટ્ટ, ડો. મેહુલભાઈ રૂપાણી, કોર્પોરેટર દુર્ગાબા જાડેજા, સેજલબેન ચૌધરી, અંજનાબેન મોરજરીયા, અલ્પેશભાઈ મોરજરીયા, નીરવભાઈ ભટ્ટ, લોહાનગર ખાતે કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ તથા કાર્યકર્તા મુકેશભાઈ મહેતા, મહેશભાઈ પરમાર, માંડાડુંગર તથા યુવરાજનગર ખાતે મેયર નયનાબેન પેઢડીયા, કોર્પોરેટરો રસિલાબેન સાકરીયા, મંજુબેન કુંગશિયા, ઘનશ્યામભાઈ કુંગશિયા, કંકુબેન ઉધરેજા, ક્ધિનરીબેન ચૌહાણ, કલ્પનાબેન કિયાડા, મનુબેન રાઠોડ, કાર્યકર્તા હરેશભાઈ ચાંચીયા વગેરેએ કર્મચારીઓ સાથે સ્થળ ઉપર જઈ ફટાકડા તથા મીઠાઈનું વિતરણ કર્યું હતું.
જે અંતર્ગત ટ્રસ્ટ દ્વારા ચલાવાતા વિવિધ કેન્દ્રો મયુરનગર, લોહાનગર, રૈયાધાર, ઈન્દિરાનગર, યુવરાજનગર, માંડાડુંગર વિસ્તારના સ્ટ્રીટ ચિલ્ડ્રન પ્રોજેક્ટના લાભાર્થી બાળકો તથા જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટના લાભાર્થી બાળકોને ફટાકડા તથા મીઠાઈના પેકેટ મળતાં તેમના ચહેરા ઉપર આનંદ ઉભરાઈ આવ્યો હતો.
ફટાકડા તથા મીઠાઈ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવામાં ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ વહિવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડિનટર સાગરભાઈ પાટીલ, કર્મચારીઓ શિતલબા ઝાલા, પ્રીતિબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણિયા, મંજુલાબેન ભાલાળા, અનિલભાઈ ચાવડા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, પ્રેમભાઈ જોષી, રત્નોતર અંજનાબેન, સારેસા અંજનાબેન વગેરેએ જહેમત ઉઠાવી હતી.