ઇડર પોલીસ સ્ટેશનમા મોહનભાઇ જેઠાભાઇ વણકરે ૫ ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી કે (૧) પ્રતીકકુમાર જીતેન્દ્રકુમાર સોની રહે. ઇડર (૨) પ્રદીપકુમાર પ્રકાશભાઇ સોની રહે.ઇડર (૩) ડીરેક્ટર મનીષભાઇ રમેશભાઇ પટેલ વાસ કુશકી મોહનપુરા (૪) ડીરેક્ટર સુભાષભાઇ ચીમનભાઇ પટેલ , ભવાનગઢ (૫) ડીરેક્ટર ધમેન્દ્રભાઇ ભગાભાઇ પટેલ , ઉમેદગઢ આ તમામ અે દામોદર કોમ્પ્લેક્સમા રાયસીંગ ગોલ્ડ લિ નામની કંપની ઉભી કરી લોભામણી જાહેરાતો કરી અેજન્ટોની નિમણૂક કરી તેમની પાસેના ગ્રાહકો પાસે અલગ અલગ સ્કીમો મુજબ વિશ્વાસમા લઇ કંપની વધુ વ્યાજ આપવાની લોભામણી સ્કીમો બનાવી પૈસા ઉઘરાણી કરાવી આ કંપનીમા પૈસા જમા કરાવડાવી ફરિયાદી તથા નવ અેજન્ટો તથા ગ્રાહકોના આશરે ૫૫,૦૦,૦૦૦ (પંચાવન લાખ રૂપિયા) ફરિયાદી અેજન્ટો તથા ગ્રાહકોને પરત નહિ આપી તેમજ તેનુ વ્યાજ પણ ચૂકતે નહિ કરી રાયઝીંગ ગોલ્ડ લીં.કંપની છેતરપીંડી કરવાના ઇરાદાથી ઉભી કરી તે પછિ કંપની તા ૩૧-૩-૨૦૨૦ ના રોજ બંધ કરી તથા નવ અેજન્ટો ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી પંચાવન લાખ રૂપિયાની છેતરપીંડી કરી અેક બીજાની મદદગારી કરી કંપની બંધ કરી નાસી જઇ ગુન્હો કયૉ હતો અને ગ્રાહકો અે પૈસા માગતા આરોપીઓ અે છેલ્લા દોઢ અેક વષૅથી વાયદા કરતા હતા આ બાબતે ઇડર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધી ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) ૧૧૪ તથા જી.પી.આ.ડી અેક્ટની કલમ ૩ મુજબ ગુન્હો નોધી વધુ તપાસ ઇડર પો.ઇ. અેમ.ડી.ઝાલા કરી રહ્યા છે.
- જગદીશ સોલંકી (સાબરકાંઠા)