55 ઘાટ ઉપર 23 લાખ દિવાઓ સજાવવામાં આવ્યાં : લક્ષ્મણ ઘાટ પરથી 500 ડ્રોનનો શો પણ થશે
14 વર્ષનાં વનવાસ બાદ અયોધ્યા પરત ફરતાં ભગવાન શ્રી રામના સ્વાગત માટે રામ નગરી તૈયાર છે. અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. લેસર શો લાઇટિંગ અને ભીંતચિત્રો અને રામ કથાનાં ચિત્રોથી અયોધ્યા રામમય બની ગયું છે. લતા મંગેશકર ચોકથી રામ કી પૈડી ધર્મપથ અને સરયૂ તટ સુધીનાં વિસ્તારો લાઇટિંગથી ઝળહળી ઉઠ્યાં છે.
- Advertisement -
દીપોત્સવના મુખ્ય કાર્યક્રમ 30 ઓક્ટોબર સુધી અયોધ્યામાં ત્રેતાયુગ જેવું વાતાવરણ બનાવવા માટે તમામ સંબંધિત વિભાગો પોતપોતાના કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપવામાં વ્યસ્ત છે. આ વર્ષનાં દીપોત્સવમાં ભગવાનનાં ચિત્રની ડિજિટલ પ્રસ્તુતિનો વધારાનો કાર્યક્રમ પણ ઉમેરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ સરયુ નદીમાં ટાપુ જેવી જમીન પરથી ડ્રોન શોનો છે. તેનાં સંચાલન માટે વહીવટીતંત્ર તરફથી પરવાનગી મળી ગઈ છે.
9 મંચો પરથી સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થશે
પ્રવાસન વિભાગનાં નાયબ નિયામક આર.પી. યાદવના જણાવ્યાં અનુસાર, અહીં આયોજિત 9 સાંસ્કૃતિક મંચ પરથી કાર્યક્રમોની રજૂઆત સાથે ત્રણ દિવસીય દીપોત્સવ મેળો સોમવારથી શરૂ થયો છે. સાંસ્કૃતિક જૂથો ત્રણ દિવસ સુધી રામ કથા પાર્ક સહિત 9 મંચો પર ભગવાન શ્રી રામની લીલાઓ રજૂ કરશે. આ દરમિયાન 6 દેશોનાં રામલીલા મંડળો પોતાની આગવી શૈલીમાં રામ કથાનું મંચન કરશે.
દીપોત્સવની તૈયારીના અંતિમ તબક્કામાં
ડેપ્યુટી ડાયરેક્ટર યાદવે જણાવ્યું હતું કે ધર્મપથથી સરયૂ તટ અને રામ કી પૈડી સુધી લાઇટિંગ અને લેસર શો શરૂ થયો છે. તેનું રિહર્સલ બે દિવસ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે ધર્મપથ અને હાઈવે પર થીમેટિક ગેટનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. તેનું ડિજિટલ ટેસ્ટિંગ પણ ચાલી રહ્યું છે. મંગળવાર સાંજ સુધીમાં શોભા યાત્રા માટે રથનું નિર્માણ પણ પૂર્ણ કરી દેવામાં આવશે.
- Advertisement -
500 ડ્રોનનો શો થશે
આ વર્ષનું આકર્ષણ સરયુ નદી લક્ષ્મણ ઘાટનો ડ્રોન શો હશે. આ કાર્યક્રમ સરયુ નદીની અંદર સ્થિત પ્લોટમાંથી ચલાવવામાં આવશે. અહીંથી 500 ડ્રોન લગભગ 500 મીટરની ઉંચાઈ પર રામ જાનકી, લક્ષ્મણ, હનુમાનજીના ચિત્રોનું ડિજિટલ પ્રેઝન્ટેશન કરશે. જે સરયૂ કિનારેથી પણ જોઈ શકાય છે.