ઇ-બાઇક પર LED સ્ક્રીન મૂકી પ્રચાર શરૂ કરાયો
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષો દ્વારા અવનવી રીતે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ ભાજપ દ્વારા એક નવો અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારની શેરીઓ-ગલીઓમાં પ્રચાર કરવામાં માટે વિધાનસભા વાઇઝ ઇલેક્ટ્રિક બાઇક તૈયાર કરવામાં આવી છે. જેમાં બાઇક પર કઊઉ સ્ક્રીન મૂકી સરકારી અલગ-અલગ યોજનાઓ અંગે લોકોને જાણકારી આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા વિધાનસભામાં 5થી વધુ બાઇક ફેરવવામાં આવી રહ્યી છે. આ કઊઉ સ્ક્રીનમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લોકો કઈ રીતે મેળવી શકે એ સહિતની માહિતી આપવામાં આવશે.
- Advertisement -
વિધાનસભા દીઠ એક LED સ્ક્રીન ફેરવવામાં આવશે અને લોકોને માહિતગાર કરવામાં આવશે. ઈલેક્ટ્રીક બાઈક ભગવા રંગના કમળ તેમજ નરેન્દ્ર મોદીના ફોટા સાથે તૈયાર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિક બાઇક દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં ખાસ વિશેષ પ્રચાર ખેડૂતોને રીઝવવા માટે કરવામાં આવી રહ્યો છે. બાઇકમાં કઊઉ સ્ક્રીન લગાડી છે, જેમાં સરકારની વિવિધ યોજનાઓની શોર્ટ ફિલ્મ દેખાડવામાં આવી રહી છે.