બ્રિજરાજ દાને કહ્યું કે સમાધાન કરવા હું નહોતો આવતો સમાધાન કરવા માટે આપે આપના 50 માણસોનો દોડાવ્યા હતા સાથેજ કહ્યું કે 18 વરણને સાથે લેવાની વાત કરો છો પણ એ યાદ નથી તમને કે તમારે 10 હજાર માણસની વચ્ચે માફી માંગવી પડી હતી.
બ્રિજરાજ દાનના પ્રહાર દેવાયત ખવડના એ વીડિયોના જવાબમાં આવ્યા છે જેમાં દેવાયત ખવડે સમાધાન અને માફીને લઇને પોતાની વાત મુકી હતી..
વિવાદની શરૂઆત કઇ રીતે થઇ હતી ?
રૂપલ મા જન્મોત્સવ તથા જન્માષ્ટમી નિમિતે યોજાયેલ લોકડાયરામાં બ્રિજરાજદાન ગઢવીએ નામ લીધા વિના દેવાયત ખવડ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્રિજરાજદાન ગઢવીએ કહ્યુ હતુ કે, “જે દિવસે આ બ્રિજરાજદાનને માફીનો વીડિયો બનાવવો પડે તે દિવસથી બ્રિજરાજદાન ક્યારેય સ્ટેજ પર નહીં ચઢે. હું ઈશરદાનનું લોહી છું. એ તો પોતાને જ ખબર હોવી જોઈએ કે આપણે શું બોલીએ છીએ. કેટલાક લોકો સ્ટેજ પર મર્દાનગીની વાતો કરે છે અને પછી નીચે ઉતરીને માફી માંગી લે છે.”
ધોળકના કોઠ ગામે લોકડાયરામાં દેવાયત ખવડે બ્રિજરાજદાન પર વળતો પ્રહાર કર્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, “મર્દાનગી અને લોહીના પૂરાવા ન આપવાના હોય. કોનું લોહી છે એના પૂરાવા માયકાંગલાઓએ આપવા પડે. લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવે છે એટલે જીભ લપસી જાય.’
ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું
ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢની અને દેવાયત ખવડ વચ્ચે મઢડા સોનબાઇ મંદિર ખાતે સમાધાન થયું હતું. . આ પ્રસંગે બંનેએ એક બીજાની માફી પણ માંગી હતી. બંને કલાકારોએ સમાધાનનો વીડિયો પણ વાયરલ કર્યો હતો. વીડિયોમાં બંનેએ એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મનદુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું.