પ્રિયંકા ચોપડાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કાળા રંગના કપડા પહેર્યા છે અને તેેમાં અત્યંત સુંદર લાગી રહી છે.

પ્રિયંકા મલાલા યુસુફજઈની સાથે પણ જોવા મળી

ગ્લોબલ સ્ટાર અને બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા હાલમાં ન્યુયોર્કમાં અલગ-અલગ ઈવેન્ટ્સમાં ભાગ લઇ રહી છે. તેઓ યુનિસેફ સાથે જોડાયેલા એક કાર્યક્રમનો પણ ભાગ બની. જેનો વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા પાકિસ્તાનની સમાજસેવી કાર્યકર્તા મલાલા યુસુફજઈની સાથે પણ જોવા મળી. પ્રિયંકા એક તસ્વીરમાં પતિ નિક જોનસની સાથે પકોડીનો આનંદ લઇ રહી છે. આ વીડિયો પ્રિયંકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

http://

View this post on Instagram

A post shared by Priyanka (@priyankachopra)

પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સાથે ખાધી પકોડી

કાળા રંગના આઉટફિટમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં કહેર વરસાવ્યો છે. તેની એક-એક અદા પર પ્રશંસકો વખાણ કરી રહ્યાં છે. તો દેશી ગર્લે યુનિસેફના કાર્યક્રમમાં પકોડી ખાતા તસ્વીર શેર કરી છે. જાણકારી મુજબ પ્રિયંકા ચોપડા હાલમાં એક ઈવેન્ટમાં આવી છે. આ ઈવેન્ટ માટે તેમણે કાળા રંગનો બેકલેસ આઉટફિટ પહેર્યો છે. પ્રિયંકા આ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે અને તેના પ્રશંસકોના દિલના ધબકારા વધારી રહી છે.

ચાહકો થયા આફરિન

સોશિયલ મીડિયામાં પ્રિયંકાના ઘણા વીડિયો વાયરલ થઇ રહ્યાં છે. એક વીડિયોમાં તે કારમાં બેઠેલી છે. આ સાથે કેમેરામેનને પોઝ આપતા આંખ મારતી પણ જોવા મળી છે. પ્રિયંકા ચોપડાની આ તસ્વીરો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. કાળા ડ્રેસમાં પીસીનો સુંદર અંદાજ તેના ચાહકોને ઓળઘોળ કરી રહ્યો છે અને તેેના ફોટો અને વીડિયો પર ઘણા લાઈક્સ અને કોમેેન્ટ્સ આવી રહ્યાં છે.