યુઝર્સની પ્રાઈવસીને લઈને દુનિયાભરમાં ટિકાનો સામનો કર્યા બાદ ગુગલ ટુલ લાવ્યું
ગુગલ હવે એક નવું ટુલ લાવ્યું છે, જેથી આપ આપની ખાનગી જાણકારીને સર્ચથી હટાવી શકશો.કંપનીના જણાવ્યા અનુસાર એન્ડ્રોઈડ યુઝર્સ પોતાના પ્રોફાઈલવાળા પેજથી ‘રિઝલ્ટ એબાઉટ યુ’ વિકલ્પ પર જઈ શકે છે.
- Advertisement -
આ અંગેની વિગત મુજબ યુઝર્સની પ્રાઈવસીને લઈને દુનિયાભરમાં ટિકાઓનો સામનો કર્યા બાદ ગુગલે સર્ચમાંથી ખાનગી જાણકારી હટાવવા માટે નવું ટુલ રજુ કર્યું છે. ‘રિઝલ્ટસ એબાઉટ યુ’ નામના આ ટુલથી યુઝર્સ સીધા ગુગલને મોબાઈલ નંબર, ઈ-મેઈલ અને ઘરનું સરનામુ સહિત વ્યક્તિગત ઓળખ યોગ્ય જાણકારી (પીઆઆઈ) હટાવવાનો અનુરોધ કરી શકશે,
જો કે, શરૂઆતમાં આ ફીચર એન્ડ્રોઈડ પર ચાલતા ગુગલ એપનો ઉપયોગ કરી રહેલા કેટલાક લોકો માટે જ ઉપલબ્ધ થશે. ગુગલે પોતાની વાર્ષિક ડેવલપર કોન્ફરન્સ દરમિયાન આ પ્રાઈવસી ટુલની જાહેરાત કરી હતી.હાલમાં કોઈપણ પીઆઈઆઈ હટાવવા માટે યુઝર્સે એક લાંબી રીત અપનાવવી પડે છે, કેટલાય ઓપ્શનમાંથી પસાર થયા બાદ જ તેનું પરિણામ આવે છે.