દેશીગર્લ પ્રિયંકા ચોપરાના ભાઈના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન અભિનેત્રી લગ્નની વિધિમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી હતી, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું હતું કે અભિનેત્રી ફિલ્મના ટ્રેલર લોન્ચ ઈવેન્ટ માટે ભારત આવી છે, જો કે હવે બીજું કારણ પણ સામે આવ્યું છે અને એ છે તેના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની લગ્ન વિધિઓ. રિપોર્ટ અનુસાર અભિનેત્રીના ભાઈના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે અને આ દરમિયાન પ્રિયંકા લગ્નની વિધિમાં દેશી સ્ટાઈલમાં જોવા મળી હતી.
View this post on Instagram- Advertisement -
હાલ પ્રિયંકાનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા ગુલાબી રંગની સાડીમાં જોવા મળી હતી. અભિનેત્રીનો આ લુક ચાહકોનું દિલ જીતી રહો છે. ભારતીય લૂકમાં ફંક્શનમાં હાજરી આપવા પહોંચેલી અભિનેત્રીએ પાપારાઝી માટે ઘણા પોઝ આપ્યા હતા.
જાણીતું છે કે એપ્રિલમાં પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થ ચોપરા અને તેની મંગેતર નીલમ ઉપાધ્યાયના રોકા સેરેમનીમાં આવી હતી, જેમાં અભિનેત્રી સિવાય તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરીએ પણ હાજરી આપી હતી. જો કે આ વખતે અભિનેત્રી એરપોર્ટ પર એકલી જોવા મળી હતી.
જે વીડિયો સામે આવ્યો છે તે પાપારાઝીના પેજ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં સુંદર કિરમજી રંગની સાડીમાં પ્રિયંકા ચોપરા તેના દેસી ગર્લ લુકથી ચાહકોનું દિલ જીતી રહી છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, પ્રિયંકા ચોપરાએ મુંબઈમાં તેના ભાઈના લગ્નની વિધિમાં હાજરી આપી હતી.