-ગત વર્ષની તુલનામાં આ વર્ષે બાંગ્લાદેશમાં ડેંગ્યુના ચાર ગણા દર્દીઓ: ભોગ બનેલામાં તરુણો અને બાળકોનો સમાવેશ
બાંગ્લાદેશમાં ડેગ્યુ તાવે કાળો કેર વર્તાવ્યો છે રિપોર્ટ અનુસાર આ વર્ષે બાંગ્લાદેશમાં ડેગ્યુ તાવથી 1 હજારથી વધુ લોકોના મોત થયા છે. આ માતનો આંકડો ગત વર્ષની તુલનામાં ચાર ગણો વધુ છે.
- Advertisement -
રિપોર્ટમાં જણાવાયું છે કે, 2023ના પહેલા 9 મહિનામાં ઓછામાં ઓ 1017 લોકોને ડેંગ્યુ તાવ ભરખી ગયો છે અને લગભગ 2,09,000 ડેંગ્યુ તાવથી સંક્રમિત થઈ ગયા છે. આ આંગડો વર્ષ 2000માં પહેલીવાર ફેલાયેલી મહામારી બાદ બાંગ્લાદેશમાં મચ્છર જનિત બીમારીનો સૌથી ખરાબ આંકડો છે.
મૃતકોમાં 112 બાળકો પણ છે. આ આંકડામાં 15 વર્ષ અને તેની ઓછી વયના તેમજ બાળકોનો પણ સમાવેશ થાય છે. દર્દીઓ માટે હોસ્પિટલમાં જગ્યા નથી . વધતા જતા ડેંગ્યુના કેસના કારણે દેશની બધી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા નથી.