બેટ બાલાપુર વિસ્તારમાં ધાર્મિક દબાણ દૂર કરવા બુલડોઝર ફર્યું: સાડા છ હજાર ચોરસ ફૂટ પરનું દબાણ દૂર કરાયું
પોલીસ જવાનો સાથે રાખીને કામગીરી કરવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
દ્વારકા તાલુકામાં ગત 11 જાન્યુઆરીથી શરૂ થયેલા ઓપરેશન ડિમોલિશનની કામગીરી આજે ફરી વેગવંતી બની છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના નેતૃત્વમાં અગાઉ સાત દિવસમાં મોટી કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન 384 રહેણાંક, 13 અન્ય અને 9 કોમર્શિયલ મળી કુલ 406 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણો હટાવવાથી સવા લાખ ચોરસ મીટર જમીન મુક્ત થઈ હતી, જેની કિંમત રૂપિયા 63 કરોડ આંકવામાં આવી છે.
આ દરમિયાન કેટલાક દબાણકર્તાઓએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. કોર્ટે વચ ગાળાનો સ્ટે આદેશ આપ્યો હતો. જો કે, સુનવણી બાદ કોર્ટે તંત્રની તરફેણમાં ચુકાદો આપતા વહીવટી તંત્રએ આજે બપોર બાદ બેટ બાલાપુર વિસ્તારમાં ફરી એકવાર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરી છે. આ કામગીરીમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિ, સાગર રાઠોડ અને સ્થાનિક મામલતદારની ટીમ સક્રિય રીતે જોડાયેલી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં બેટ અને દ્વારકા વિસ્તારમાં 75 કરોડથી વધુ કિંમતના દબાણો દૂર કરવામાં આવેલા હતા. જેમાં બેટ દ્વારકામાં ગૌચરની જમીન પર ધાર્મિક સ્થળો બનાવાયા હોય તે તોડી પાડવા માટે નોટીસ આપાતા વકફબોર્ડ તથા ભડેલા સમાજ દ્વારા હાઇકોર્ટમાં આ અંગે મનાઇ હુંકમ મેળવવામાં આવ્યો હતો. જેની બે સુનવણી થતા આજે છેલ્લી સુનવણીમાં હાઇકોર્ટ દ્વારા આ મનાય હુકમ કાઢી નાખવામાં આવતા તથા ડિમોલેશન સામે મનાયું કમ ના આપવામાં આવતા આ જમીન દબાણ હટાવવાનો માર્ગ ક્લિયર થઈ જતા 700 થી 800 પોલીસ તથા ડેપ્યુટી કલેક્ટર દ્વારકા તથા પોલીસ અધિકારીઓ સાથે આજે ડિમોલેશનની કામગીરી કરવા બેટમાં તંત્ર પહોંચી ગયું છે.થોડા સમયમાં તંત્ર ડિમોલેશનની કામગીરી શરૂ કરશે જુદા જુદા નવ સ્થળે મોટા બાંધકામમાં જે જમીન પર કબ્રસ્તાનની મંજૂરી હતી તેના પર મદ્રાસા તથા અન્ય બાંધકામો થયા છે જેને ડિમોલેશન કરવામાં આવશે હાઇકોર્ટમાં આ ચુકાદા પછી તેની સામે વકફ બોર્ડ કે ભડેલા સમાજ સુપ્રીમ કોર્ટમાં જાય તે પહેલા જ આ જમીન દબાણો હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલી રહેલા ઓપરેશન ડિમોલિશનમાં આજે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. હાઈકોર્ટનો સ્ટે ઉઠી જતાં બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં તંત્રએ ફરીથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે. પ્રાંત અધિકારી અમોલ આવટે અને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની દેખરેખ હેઠળ આજે બપોરથી શરૂ થયેલી કામગીરીમાં સાડા છ હજાર ચોરસ ફૂટ જેટલી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું છે. આ જમીનની કિંમત આશરે પોણા બે કરોડ રૂપિયા આંકવામાં આવી છે. અરજદારોને ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ મળી હતી. આ નોટિસને રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ સ્થળોમાં કબ્રસ્તાન અને દરગાહ જેવા માળખા આવેલા છે. અરજદારનું કહેવું હતું કે તેઓ આઝાદી પહેલાથી આ જમીન ઉપર કબ્રસ્તાન આવેલું છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો વિરુદ્ધ બાંધકામ તોડવામાં આવી રહ્યું છે. જ્યારે ઓથોરિટીનું કહેવું હતું કે આ માળખા અનધિકૃત રીતે ઊભા કરાયા છે, જે ખરેખરમાં ગૌચરની જમીન ઉપર છે. આ વિસ્તાર દરિયા કિનારાનો છે. તે વકફની મિલકત નથી.