લગ્નના 5 વર્ષ બાદ દીપિકા માતા બનવા જઈ રહી છે, આ કપલે 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નમાં પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા.

છેલ્લા ઘણા સમયથી એવા સમાચાર આવી રહ્યા હતા કે ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કર પ્રેગ્નેન્ટ છે અને એવું માનવામાં આવતું હતું કે દિપીકા કક્કર ગર્ભવતી છે અને બેબી બમ્પને છુપાવી રહી છે. જો કે હવે દીપિકા કક્કરે પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી દીધી છે. જણાવી દઈએ કે દીપિકા અને પતિ શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જેમાં બંને પીઠ બતાવતા એક સાથે બેઠા છે અને બંનેના માથા પર કેપ છે જેમાં ‘મોમ-ડેડ’ લખેલ છે.

દીપિકા-શોએબે કરી જાહેરાત
ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા શોએબ ઈબ્રાહિમે લખ્યું કે, ‘તમારા બધા સાથે આ સમાચાર ખુશી, ઉત્સાહ અને મારા હૃદયમાં થોડી ગભરાટ સાથે શેર કરું છું. આ અમારા જીવનનો સૌથી સુંદર તબક્કો છે. હા, અમે ટૂંક સમયમાં જ અમારા પહેલા બાળકના માતા-પિતા બનવાના છીએ અને અમારા બાળક માટે તમારા પ્રેમ અને પ્રાર્થનાની ખૂબ જ જરૂર છે.

http://

View this post on Instagram

A post shared by Shoaib Ibrahim (@shoaib2087)

આ વાત સાંભળીને શોએબ અને દીપિકાના ચાહકો ઘણા ખુશ થયા છે. છેલ્લા ઘણા સમયથી કહેવામાં આવી રહ્યું હતું કે દીપિકા જલ્દી જ પોતાના પહેલા બાળકને જન્મ આપવાની છે પણ આ બાબતે દંપતીએ કોઈ જાણકારી આપી નહતી. જો કે વચ્ચે ચાહકોએ દીપિકાના વીડિયો અને ફોટામાં બેબી બમ્પ પણ જોયો હતો તેમ છતાં કપલે તેના વિશે કોઈ વાત શેર કરી નહતી. જો કે હવે બંનેએ સત્તાવાર રીતે માતા-પિતા હોવાની જાહેરાત કરીને ચાહકોને ખુશ કરી દીધા છે

લગ્નના 5 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યું છે કપલ
શોએબ ઈબ્રાહિમ અને દીપિકા કક્કરની આ જાહેરાત બાદ ચાહકો ઘણા ખુશ છે અનેકેમ ન હોય..જણાવી દઈએ કે લગ્નના 5 વર્ષ બાદ દીપિકા માતા બનવા જઈ રહી છે, આ કપલે 22 ફેબ્રુઆરી 2018ના રોજ લગ્ન કર્યા હતા અને બંનેના લગ્નમાં પરિવારના નજીકના મિત્રો અને સંબંધીઓ સામેલ થયા હતા.