હજારો ભકતોએ શનિવારના દિવસે દર્શન કરી ધન્યતા અનુભવી
બોટાદ જિલ્લામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસ (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી આજે દાદાને આંકડાના અને ઓર્કિડના ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે,તો આજે શનિવાર હોવાથી હજારો ભકતો સાળંગપુર મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. આજે સવારે 5.30 વાગ્યે મંગળા આરતી પૂજારી સ્વામી અને સવારે 7.00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગર સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે દાદાને અલગ-અલગ 150 કિલો આંકડા સહિત અન્ય ફૂલના વાઘા અને સિંહાસને આંકડાના ફૂલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને આંકડા અને ઓર્કિડના ફુલમાંથી બનેલા વાઘા પણ પહેરાવાયા છે.
- Advertisement -
આજે હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવી હતી. આજે દાદાને કરાયેલાં શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, વડતાલ ધામ દ્રિશતાબ્દીના ઉપલક્ષમાં અને આજે શનિવાર હોવાથી આજે કષ્ટભંજન દેવ હનુમાનજીને સિંહાસને 150 કિલો આંકડા અને 10 કિલો ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. આ સાથે જ દાદાને આંકડાના, ઓર્કિડના ફુલમાંથી અને મોતીથી બનેલા વાઘા પહેરાવાયા છે. દાદાના વાઘા બનાવતા 3 કલાકનો સમય લાગ્યો હતો અને સિંહાસને સંતો, પાર્ષદ અને હરિભક્તો સહિત 6 લોકોને શણગાર કરતા 6 કલાકનો સમય લાગ્યો હતો.