એનડીએના સાથીપક્ષોનું એલાન: ક્વૉટામાં ક્વૉટા દ્વારા અનામતને ખત્મ કરવાના પ્રયાસનો દાવો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
- Advertisement -
અનામત પર સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે દલિતોએ 21મી ઓગસ્ટે ભારત બંધનું એલાન આપ્યું છે. માયાવતી, ચંદ્રશેખરથી લઈને ચિરાગ પાસવાને તેનો વિરોધ કર્યો છે. એનડીએના સહયોગી સંગઠનો પણ તેના વિરોધમાં છે. દલિત સંગઠનો અને નેતાઓનું માનવું છે કે, સુપ્રીમનો ચુકાદો ભેદભાવપૂર્વકનો છે. સુપ્રીમે એસસી-એસટીના ક્વોટામાં પેટા ક્વોટા બનાવવાનો અધિકાર રાજ્યોને આપ્યો હતો. સાત જજોની બંધારણીય બેન્ચે 4-3થી આપેલા ચુકાદામાં જણાવ્યું હતું કે, એસસી અને એસટીમાં ક્રીમીલેયરની પણ ઓળખ થવી જોઈએ. આ વર્ગમાં ક્રીમીલેયરની પણ ઓળખ થવી જોઈએ. આ વર્ગમાં ક્રીમીલેયર હેઠળ આવતા લોકોને લાભ મળવો ન જોઈએ. તેના બદલે તે જ સમાજના ગરીબોને પ્રાથમિકતા આપવી જોઈએ.
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાનું એક વર્ગે સ્વાગત કર્યુ છે તો તો દલિત સમાજના મોટા હિસ્સામાં તેની સામે આક્રોશ પણ છે. આ પહેલા દલિતોએ સુપ્રીમ કોર્ટના જ એક ચુકાદા સામે બીજી એપ્રિલ 2018ના રોજ ભારત બંધનું આયોજન કર્યુ હતુ, આ બંધ ઘણો સફળ રહ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ 1989માં કેટલાક ફેરફાર કર્યા તેની સામે આ બંધ યોજાયો હતો. તેમા ઘણા સ્થળોએ હિંસા થઈ હતી, કેટલાયના જીવ પણ ગયા હતા. આ બંધ પછી સરકારે બંધારણમાં સંશોધન કરીને સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી-એસટી એક્ટમાં કરેલા ફેરફારને ઉલ્ટાવી દીધા હતા. બસપાની પ્રમુખ માયાવતીએ જણાવ્યું હતું કે, આ એક રીતે અનામતને ખતમ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ક્વોટામાં ક્વોટા અંગે સરકારે જણાવ્યું હતું કે તેના લીધે સરકારો પોતાની મનમરજીપૂર્વક કોઈપણ જાતિને ક્વોટા આપી શકશ અને આ રીતે પોતાના રાજકીય હિતોને સાધવામાં આવશે. આ ચુકાદો યોગ્ય નથી. તેની સાથે તેમણે ક્રીમિલેયર અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો પણ વિરોધ કર્યો. તેમણે જણાવ્યું હતું કે દલિત સમાજમાં દસ ટકા લોકો પાસે રુપિયા આવ્યા છે તે વાત સાચી છે, તેઓ ઊંચા હોદ્દા પર પણ પહોંચ્યા છે, પરંતુ તેમના બાળકો પાસેથી અનામતનો લાભ છીનવી ન શકાય. તેનું કારણ એ છે કે આજે પણ જાતિવાદી માનસિકાતાવાળા લોકોએ તેમના વિચાર બદલ્યા નથી.