પ્રવાસ પછી સંગઠનમાં ઘરમૂળથી ફેરફાર આવશે : વ્હાલા ફેકાશે, કામ કરનારા તેની થશે બોલબાલા
અનિરુદ્ધ નકુમ
સૌરાષ્ટ્રનું રાજકારણ સમજવા માટે ૧૯મી ઑગસ્ટથી ૨૧મી ઑગસ્ટ સુધી નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલનો સૌરાષ્ટ્ર પ્રવાસ છે .આ પ્રવાસને રાજકીય પંડિતો અલગ નજરે જોઈ રહ્યા છે. હંમેશા રાજકારણમાં સૌરાષ્ટ્રનો દબદબો રહ્યો છે. ત્યારે આ વખતે પટેલ કે સૌરાષ્ટ્રના બદલે ઉત્તર ગુજરાતને મહત્વ આપી જ્ઞાતિવાદનું ગણિત તોડવા સી.આર.પાટીલને પ્રમુખ બનાવાયા છે. ત્યારે આગામી દિવસોમાં સંગઠનમાં બદલાવ આવી રહ્યો છે.તેને ધ્યાને રાખીને જ સી.આર.પાટીલ સૌરાષ્ટ્રનું હબ ગણાતા રાજકોટમાં પત્રકાર પરિસદ યોજવાના છે. સી.આર.પાટીલ વીરપુર,ખોડલધામ,સહિતના ધાર્મિક સ્થળની પણ મુલાકાત લેશે
ત્યારે સૂત્રોએ આપેલી માહિતી મુજબ સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર પાટીલ જુના-નવી એટલે કે જનસંઘથી ભાજપમાં જોડાયેલા અને અત્યારે સુધી સાઈડલાઈન નેતાઓ સાથે મુલાકાત કરી અને સૌરાષ્ટ્રના રાજકારણમાં શું ચાલી રહ્યું છે તેનો સંપૂર્ણ ચિતાર મેળવી અને હાંસિયામાં ધકેલાય ગયેલા નેતાઓની ગાડી ફરી પાટા ઉપર ચડાવવાની કોશિશ કરશે તે વાતમાં કોઈ બેમત નથી.