ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ફરિયાદી પાસેથી ટ્રકની ખરીદી કરી વેચાણકરારની શરતો મુજબ રકમ ન ચૂકવી બારોબાર ટ્રક વેચી દઈ રૂા. 11,17,920ની છેતરપિંડીના કેસમાં આરોપી ભરત દેવાભાઈ કુછડીયા તથા લખન કાનજીભાઈ નાધેરાને જામીન ઉપર છોડવાનો હુકમ જ્યુ. મેજિ. ફ.ક.ની કોર્ટે ફરમાવ્યો છે. આ કેસની ટૂંકમાં વિગત એવી છે કે ફરિયાદીએ આરોપીને વેચાણકરાર કરી એક ટ્રક વેચેલ હતો. કરારમાં નક્કી થયા મુજબ રૂા. 50,000 રોકડા તથા લોનની બાકી રકમ રૂા. 11,17,920 ખરીદનારે વેચનારને ચૂકવી આપવાની, પરંતુ આરોપીઓએ રકમ ચૂકવી આપેલી નહીં અને ટ્રક બારોબાર બીજાને વેચી દીધેલો જેની જાણ ફરિયાદીને થતાં આરોપી પાસે કરાર મુજબની રકમ માગતા આરોપીએ રકમ ચૂકવેલી નહીં કે ટ્રક પરત ન આપતા આરોપી વિરુદ્ધ રૂા. 11,17,920ની છેતરપિંડીની બી ડીવીઝન પો.સ્ટે.માં ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરી
- Advertisement -
જ્યુ. મેજિ.ફ.ક. સમક્ષ રજૂ કરતા આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી ગુજારેલી હતી. જામીન અરજીની સુનાવણી દરમિયાન બંને પક્ષોની રજૂઆત બાદ આરોપીના એડવોકેટ દ્વારા થયેલી દલીલ તથા સુપ્રીમ કોર્ટ તેમજ અલગ અલગ વડી અદાલતોના ચૂકાદાઓ રજૂ રાખેલા, જેને ધ્યાને લઈ જ્યુ.મેજિ. ફ.ક.એ આરોપી ભરત દેવાભાઈ કુછડીયા તથા લખન કાનજીભાઈ નાધેરાને જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ હિતેષ આર. ભાયાણી, જયમીન જરીયા તેમજ લીગલ આસિ. તરીકે દર્શિત પાડલીયા, રોનિત ભાયાણી, પ્રશાંત ગાલોરીયા રોકાયેલા હતા.