ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરના માર્ગદર્શન હેઠળ મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલા પાટીદાર હોલમાં મોરબી શહેર કોંગ્રેસ અને મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની આગામી ચૂંટણીલક્ષી બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં દરેક બુથ પર ઘેર ઘેર જઈ કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના તથા બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિના દિવસે પીપળી-જેતપર-અણિયારી રોડ પર મોટરસાયકલ રેલી કાઢવા અંગેની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં મોરબી તાલુકા કોંગ્રેસ અને મોરબી શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટ સેલ, મોરચાના પ્રમુખો, સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી લડેલા ઉમેદવારો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત
રહ્યા હતા.