પ્રમાણપત્રો- દાખલાઓ આપવા સહિતની ડીજીટલ ગુજરાત અંતર્ગત સેવાઓ સમય મર્યાદામાં ઉપલબ્ધ કરવા સુચના અપાઇ
રાજકોટ- રાજય સરકાર દ્વારા નાગરિકોને જાહેર સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુડ ગવર્નન્સ અને ઇ ગવર્નન્સ સેવાઓ ઝડપથી મળી રહે તે માટે ડીઝીટલ ગુજરાત અંતર્ગત દરેક જિલ્લામાં ઓનલાઇન સેવાઓનું મોનીટરીંગ કરી સમીક્ષા કરવામાં આવે છે.

- Advertisement -
રાજકોટ જિલ્લામાં સી.એમ.ડેસ્ક બોર્ડ અંતર્ગત વિવિધ સેવાઓ લક્ષ્યાંક અને બેચમાર્ક મુજબ પ્રાપ્ત થાય તે માટે કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર દુકાનોમાં વિતરણ વ્યવસ્થામાં ૯૫ ટકા આધારકાર્ડ સીડીંગ લક્ષ્યાંક પૂર્ણ કરવા સુચના અપાઇ હતી. રેશનકાર્ડધારક વાઇઝ સીડીંગની નોંધપાત્ર કામગીરીની સરાહના કરવામાં આવી હતી.
- Advertisement -

આ ઉપરાંત વિદ્યાર્થીઓને આવક અંગેના તેમજ અન્ય પ્રમાણપત્રો- દાખલાઓ ઇસ્યુ કરવા અંગેની કામગીરી, રેવન્યુ કામગીરી સહિતની કામગીરી અંગે જિલ્લાના પ્રાંત અધિકારી,મામલતદાર ઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં અધિક કલેક્ટર કેતન ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવી, ચરણસિંહ ગોહિલ, પૂજા જાટંગીયા, વિરેન્દ્ર દેશાઇ સહિતના અધિકારીઓ તેમજ જિલ્લાના રેવન્યુ અધિકારીઓ ઓનલાઇન જોડાયા હતા.



