વોર્ડ નં.૪માં ભગવતીપરા મેઈન રોડ પર આવેલ જય પ્રકાશનગર ખાતે બહેનો માટે માઠા પ્રસંગે નાહવાના બાથરૂમનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૪ના કોર્પોરેટરઓ.
વોર્ડ નં.૦૪માં આવેલ ભગવતીપરા મેઈન રોડ પર આવેલ જય પ્રકાશનગર ખાતે માઠા પ્રસંગનું બાથરૂમ બનાવવાના કામનું ખાતમુહુર્ત રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ તથા વોર્ડ નં.૦૪ના કોર્પોરેટર ઓના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પરેશભાઈ પીપળીયા, કાળુભાઈ કુંગશીયા, નયનાબેન પેઢડીયા, કંકુબેન કાનાભાઈ ઉઘરેજા, દેવદાનભાઈ કુંગસીયા, સી.ટી.પટેલ, દિનેશભાઈ ચૌહાણ, કાનાભાઈ ઉઘરેજા, રવિભાઈ ગોહેલ, અજયભાઈ લોખીલ, ઘનશ્યામભાઈ વાંક, હિતેશભાઈ મઠીયા, રામદેવભાઇ ભેંસજારીયા, જેસીંગભાઈ રાઠોડ, સમીમ પઠાણ, અજયભાઈ ઝાલા, કાળુભાઈ મેર, ગોવિંદભાઈ જીંજરીયા, રમેશભાઈ ધાજીયા, અલ્પેશભાઈ ધોળકિયા, હંસરાજભાઈ બાવરીયા, મનસુખભાઈ કુમખાણીયા, સુનીલભાઈ જાંબુકીયા, નાનજીભાઈ સદશીયા, પોપટભાઈ માલકીયા, હંસાબેન દરઘટિયા, જીવતીબેન સરવૈયા, ભાનુબેન મેર, પારૂબેન રંગપરા, રાજુબેન રાઠોડ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -