જ્ઞાતિ – જાતિ – નાણાં – અપરાધએ રાજકારણના ‘ભાગ’ બની ગયા છે
તો જ દુનિયા બદલાશે: મહારાષ્ટ્રનાં કાર્યક્રમમાં શરદ પવાર આમંત્રિત પણ ગડકરીના આગમન પૂર્વે એનસીપી નેતા ચાલ્યા ગયા
- Advertisement -
કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીએ ફરી એક વખત “સ્પષ્ટ વકતા” બનતા અન્યને બદલાવ માટે સલાહ આપતા લોકોને આડે હાથે લેતા જણાવ્યું હતું કે જયાં ત્યાં અન્યને બદલવાની અપીલ કરે છે તેઓએ શરૂઆત ખુદથી જ કરવી જોઈએ અને પોતાને બદલવા જોઈએ મહારાષ્ટ્રનાં સાંગલીમાં શિવાજીની પ્રતિમાનું અનાવરણ કરતા કેન્દ્રનાં માર્ગ તથા ટ્રાન્સપોર્ટ મંત્રીએ જો આપણી કોઈ એક સારી બાબત કે ગુણને અપનાવીએ તો પણ આપણો સમાજ અને દેશ બદલવા લાગશે અને આગળ વધશે.
ગડકરીએ વધુ સ્પષ્ટ બનતા જણાવ્યું કે આપણે વારંવાર આત્મનિર્ભર ભારત પાંચ લાખ કરોડ ડોલર ઈકોનોમી અને વિશ્વગુરૂ ઉપરાંત દુનિયાની ત્રીજી મોટી ઈકોનોમી બનવાની વાત કરીએ છીએ. પણ આ અંગે આ બધાને વાસ્તવિકતા બનાવવી હોય તો તેમાં આપણાથી જ બદલાવનો પ્રારંભ કરવો જોઈએ. બીજાને કહેવુ સહેલુ છે પણ ખુદને અપનાવવુ અઘરૂ છે આપણે કોઈપણ બદલાવની શરૂઆત આપણા ખુદથી જ કરવી જોઈએ. તેઓએ કોઈનું નામ લીધા વગર આ પ્રહારો કર્યા હતા. પણ હાલમાં તેમના અનેક વિધાનો જબરા ચર્ચામાં છે. તેઓએ વધુમાં કહ્યુ કે ચૂંટણીમાં જ્ઞાતિ-અપરાધી અને નાણાનો પ્રભાવ આ તમામ અત્યંત ખરાબ પોલીટીકલ છે. મે કદી મારી ચૂંટણીમાં જ્ઞાતિના આધારે મત માગ્યા નથી.
જો તમો જ્ઞાતિ આધારીત રાજકારણ નહીં રમો તો તમને મત નહિં મળે તેવુ નથી પણ જ્ઞાતિ-નાણા-અપરાધીકરણ એ આપણે રાજકારણનાં એક ભાગ બની ગયા છે. પણ રાજકારણનાં શુધ્ધિકરણ માટે તેઓએ શિવાજી મહારાજનાં સિદ્ધાંતોને અપનાવવા જોઈએ શિવાજી મહારાજનાં સારા શાસનના મંત્રો આજે પણ મહત્વના છે. ગડકરીના આ કાર્યકર્તાએ ભાજપના સાંસદ સંજય પાટીલ અને એનસીપીનાં વડા શરદ પવારને પણ આમંત્રણ આપ્યું હતું. શ્રી પવારને અન્ય જવાનું હોય તેઓ પોતાનું વકતવ્ય આપીને ગડકરીના આગમન પૂર્વે જ રવાના થઈ ગયા હતા. જોકે ગડકરી અર્ધા કલાક મોડા પહોંચ્યા હતા.