દિલ્હી-મુંબઈ-ચેન્નઈમાં નવ સ્થળો પર કેન્દ્રીય એજન્સીની તપાસ
ખાસ-ખબર સંવાદદાતા
પુર્વ કેન્દ્રીય મંત્રી પી.ચિદમ્બરમના સાંસદ પુત્ર કાર્તિ ચિદમ્બરમ પર એક મોટી કાર્યવાહીમાં આજે સવારથી દિલ્હી-મુંબઈ- ચેન્નઈમાં નવસ્થળો પર સીબીઆઈએ દરોડા શરુ કરી છે અને ખાસ કરીને પી.ચિદમ્બરમ જયારે કેન્દ્રમાં નાણામંત્રી હતા તે સમયે એરસેલ-એકસીસ કરારમાં વિદેશ નિવેશ સંવર્ધન બોર્ડ દ્વારા આઈએનએકસ મીડીયાને રૂા.305 કરોડનું વિદેશી ભંડોળ મેળવવામાં કાર્તિ ચિદમ્બરમે ‘વચેટીયા’ જેવી ભૂમિકા ભજવી હોવાનો આરોપ છે અને આ અંગે 2017માં એક એફઆઈઆર સીબીઆઈએ દાખલ કરી હતી અને આ ભંડોળ મેળવવામાં અનેક ગેરરીતિ થઈ હતી.ત્રણ રાજયમાં આ તપાસ ચાલી રહી છે અને સંકેતો મુજબ કાર્તિ ચિદમ્બરમની પણ અટકાયત કરવામાં આવી છે. જો કે કાર્તિ એ ટવીટ કરીને આ કાર્યવાહીમાં તેમના પર કેટલા દરોડા પડી ચૂકયા છે તે પણ યાદ નથી તેવું પણ તેનો રેકોર્ડ હોવો જરૂરી છે.
બીજી તરફ મુંબઈમાં આઈએનએસ મીડીયાની ઓફીસમાં તપાસ ચાલી રહી હોવાનું માનવામાં આવે છે. ચેન્નઈમાં કાર્તિના નિવાસ તથા ઓફીસમાં અને દિલ્હીમાં પણ તેમના નિવાસે દરોડા છે.